________________
[ s ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- જો ઉત્કાલિકશ્રુતમાં ઉદ્દેશ, સમુદ્દેશ, અનુજ્ઞા, અનુયોગ પ્રવૃત્ત થાય છે, તો શું આવશ્યકમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય કે આવશ્યક વ્યતિરિક્તમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય?
ઉત્તર- આવશ્યક સૂત્ર અને આવશ્યક વ્યતિરિક્ત સૂત્ર, આ બંને પ્રકારના ઉત્કાલિક સૂત્રમાં ઉદ્દેશાદિ પ્રવૃત્ત થાય છે પરંતુ અહીં આવશ્યક સૂત્રના અનુયોગનો પ્રારંભ કરાય છે.
વિવેચન :
પાંચ જ્ઞાનમાંથી શ્રુતજ્ઞાન વર્જીને શેષ ચાર જ્ઞાન દ્વારા પદાર્થનો બોધ થાય છે પરંતુ એ ચાર જ્ઞાનનું આદાન-પ્રદાન થઈ શકતું નથી અર્થાત્ એ ચાર જ્ઞાન ભણી શકાતા નથી કે ભણાવી શકાતા નથી. તેથી તે જ્ઞાનનો અધ્યયન રૂપ ઉદ્દેશ, સમદ્દેશ આપી શકાતો નથી. તેની આજ્ઞા આપી શકાતી નથી. પોતાના આવરણીય કર્મના ક્ષય–ક્ષયોપશમથી તે સ્વતઃ આવિર્ભત થાય છે. તે ચારે જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપદેશાદિની અપેક્ષા પણ હોતી નથી. તેથી તે સ્થાપનીય છે, સ્થાપી રાખવા યોગ્ય છે, અવર્ણનીય છે. અહીં તે જ્ઞાનનો અનુયોગ કરવાનો પ્રસંગ નથી.
લોકોમાં હેય-છોડવા યોગ્ય પદાર્થોથી નિવૃત્તિ, ઉપાદેય-ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. કેવળજ્ઞાન દ્વારા જણાયેલ પદાર્થ–અર્થની પ્રરૂપણા પણ શ્રુતજ્ઞાન(શબ્દ) દ્વારા થાય છે માટે શ્રુતજ્ઞાન લોકવ્યવહારનું કારણ છે, સંવ્યવહાર્ય છે. ગુરુના ઉપદેશથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ શિષ્યને તે પ્રદાન કરી શકે છે. તે સ્વસ્વરૂપનું પ્રતિપાદન કરી શકે છે. તેથી તેમાં ઉદ્દેશ– સમુદેશઆજ્ઞારૂપ પ્રવૃત્તિ થઈ શકે છે. ઉદ્દેશ આદિ થવાથી તેમાં અનુયોગના ઉપક્રમ વગેરે દ્વારની પણ પ્રવૃત્તિ થઈ શકે છે. ઉદ્દેશ સમુદેશ – આગમ વાચનાની અપેક્ષાએ 'ઉદ્દેશ' આદિનો અર્થ આ પ્રમાણે છેઉદ્દેશ = શિષ્યને સૂત્ર અને અર્થની વાચના આપવી. સમુદ્દેશ = બે-ત્રણવાર વાચના આપી સૂત્ર અને અર્થને પરિપક્વ કરાવવા, શુદ્ધ કરાવવા. અનુજ્ઞા = વાચના પ્રાપ્ત શિષ્યને, વાચના આપવાની તથા સુત્રાર્થ પરિપક્વ કરાવવાની અનુમતિ આપવી, અધિકાર આપવો. અનુયોગ = સૂત્રના અર્થને વિસ્તારથી સમજાવવા.
પાંચમા સત્રમાં આવશ્યક્ષ અણુઓનોઆ પદથી અભિધેયનું કથન કર્યું છે. આવશ્યકસૂત્રનો અનુયોગ કરવો સૂત્રકારને ઈષ્ટ છે. આવશ્યક સૂત્ર સકલ સમાચારીના મૂલાધાર રૂપ છે. તેનો અનુયોગ કરવા માટે જ આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. પોતાને ઈષ્ટ અભિધેયનો સમાવેશ કયા જ્ઞાનમાં, કયા શ્રુતમાં થાય છે, તે સૂત્રકારે ૨,૩,૪,૫ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. પાંચ જ્ઞાનમાંથી એક શ્રુતજ્ઞાનનો જ ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા, અનુયોગ થાય છે. શ્રુતના બે ભેદ છે. અંગપ્રવિષ્ટ- અંગબાહ્યશ્રુત, તેમાં આવશ્યકસૂત્ર અંગબાહ્યશ્રત છે. અંગબાહ્ય શ્રુતના બે ભેદ છે– કાલિકશ્રુત, ઉત્કાલિકશ્રુત. તેમાં આવશ્યક