________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अणुओगो य नियोग भास विभासा य वत्तियं चेवं ।
પણ અજુગારૂ ય નાના પાયા પર I- અનુયોગવૃત્તિ. (૩) નિર્યુક્તિ – શબ્દગત અક્ષરોના નિર્વચન કરવા અર્થાત્ તીર્થંકર પ્રરૂપિત અર્થનો ગણધરોક્ત શબ્દસમૂહ રૂપ સૂત્ર સાથે અનુકૂળ અને નિયત સંબંધ પ્રગટ કરવો. (૪) વિધિઃ- સૂત્રના અર્થ કરવાની અથવા અનુયોગ કરવાની પદ્ધતિને વિધિ કહે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ ગુરુએ શિષ્ય માટે સૂત્રના અર્થ કરવા જોઈએ, ત્યાર પછી બીજીવારમાં તે કથિત અર્થને નિર્યુક્તિ કરી સમજાવવા જોઈએ અને ત્રીજીવાર પ્રસંગ, અનુપ્રસંગ સહિત જે અર્થ થતાં હોય તેનો નિર્દેશ કરવો જોઈએ. સમાન્ય રીતે આ અનુયોગની વિધિ છે. વૃત્તિકારે આ ભાવ દર્શાવતા કહ્યું છે.
सुत्तत्थो खलु पढमो, बीओ णिज्जुत्तिमीसितो भणितो ।
તો ય fખારવણેલો, પણ વિહત હો; અનુગોનો I –અનુયોગવૃત્તિ અનુયોગ શ્રવણના અધિકારી – શ્રોતા સમુદાય ત્રણ પ્રકારનો હોય છે. (૧) જ્ઞાયક, (૨) અજ્ઞાયક, (૩) દુર્વિદગ્ધ. (૧) શાયક પરિષદ - જે પરિષદ– શ્રોતા સમુદાય ગુણ અને દોષને જાણે છે, કુશાસ્ત્રના મતનો આગ્રહ નથી, તે જ્ઞાયક પરિષદ કહેવાય છે. (૨) અજ્ઞાયક પરિષદ - જે પરિષદના સભ્ય કોઈ પણ વિષયના ગુણ કે દોષને જાણતા નથી પરંતુ સ્વભાવથી ભદ્ર અને સરળ હોય, સમજાવવાથી સન્માર્ગે આવી જાય તેવો શ્રોતા સમુદાય અજ્ઞાયક પરિષદ કહેવાય છે.
(૩) દુર્વિદગ્ધ પરિષદ - જે પરિષદના સભ્ય કોઇપણ વિષયમાં નિષ્ણાત ન હોય અને સરળતાના અભાવે તેમજ અપ્રતિષ્ઠાના ભયથી નિષ્ણાતને પૂછતા પણ ન હોય, જ્ઞાનના સંસ્કારથી રહિત હોય, પલ્લવગ્રાહી પાંડિત્યથી યુક્ત હોય (ઉપર છલું જ્ઞાન હોય), આવી વ્યક્તિઓની સભા દુર્વિદગ્ધ પરિષદ કહેવાય છે.
આ ત્રણ પ્રકારની પરિષદમાંથી આદિની બે પરિષદ અનુયોગનો બોધ પ્રાપ્ત કરવા યોગ્ય ગણાય છે.
અનુયોગ કતની યોગ્યતા :- શાસ્ત્રમાં અનુયોગ કરવાના અધિકારી-કર્તાની યોગ્યતા આ પ્રમાણે બતાવી છે. (૧) આર્યદેશમાં જન્મેલો હોય, (૨) કુળ–પિતૃવંશ વિશુદ્ધ હોય, (૩) જાતિ-માતૃવંશ વિશુદ્ધ હોય, (૪) સુંદર આકૃતિ, રૂપ આદિથી સંપન્ન હોય, (૫) દઢ સંહનાની–શારીરિક શક્તિ સંપન્ન હોય, (૬) ધૃતિયુક્ત-પરિષહઉપસર્ગ સહન કરવામાં સમર્થ હોય, (૭) અનાશંસી–સત્કાર, સમ્માન આદિના આકાંક્ષી ન હોય, (૮) અવિકલ્થ-વ્યર્થ ભાષણ કરનાર ન હોય, (૯) અમાયી–નિષ્કપટી હોય, (૧૦) સ્થિર પરિપાટી–અભ્યાસ દ્વારા અનુયોગ કરવાના સ્થિર અભ્યાસી હોય, ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાન