________________
૫૫૮
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
મનોહર–કર્ણપ્રિય લાગે તેવા મધુર વર્ણોથી યુક્ત
સૂત્રનું સમ્યક્ ઉચ્ચારણ હોવા છતાં અનધિગત અર્થાધિકારોનું જ્ઞાન કરાવવાની વિધિ. (૧) સંહિતા :– - અસ્ખલિતરૂપે પદોનું ઉચ્ચારણ કરવું. જેમ કે 'કરેમિ ભંતે ! સામાઈયં' વગેરે.
હોય.
(૨) પદ ઃ– વિભક્તિ પ્રત્યય અને ક્રિયાપદ પ્રત્યય જેના અંતે હોય તેવા શબ્દોને પદ કહે છે. 'કરેમિ' એ ક્રિયાપદ પ્રત્યયવાળું પદ છે, 'ભંતે અને સામાઈય' એ વિભક્તિ પ્રત્યયવાળા પદ છે, આ પદોનું જ્ઞાન કરાવવું. (૩) પદાર્થ – પદના અર્થ કરવા તે પદાર્થ કહેવાય જેમ – 'કરેમિ' એટલે કરું છું. આ ક્રિયાપદથી સામાયિક કરવાની ઉદ્યમતાનો બોધ થાય છે. 'ભંતે' નો અર્થ છે ભગવાન, આ પદ ગુરુજનોને આમંત્રિત કરવા રૂપ અર્થનું બોધક છે. 'સામાઈય' જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ 'સમ'નો આય એટલે લાભ થાય તે સામાયિક. આ સામાયિક પદનો અર્થ છે.
(૪) પદવિગ્રહ :- - સંયુક્ત પદોના પ્રકૃતિ (મૂળ શબ્દ) અને પ્રત્યયાત્મક વિભાગ કરવો. સમાસ દ્વારા અનેક પદોને એક કર્યા હોય તેનો વિગ્રહ કરવો અર્થાત્ છૂટા કરવા. જેમ જિનેન્દ્ર આ પદનો વિગ્રહ છે, બિનાનામ ફન્દ્ર (જિનોના ઈન્દ્ર, જિનેન્દ્ર). મયાત્તઃ પદનો વિગ્રહ છે– મયસ્ય સંતો થયાન્તઃ (ભયનો અંત ભયાત્ત)
(૫) ચાલના :– પ્રશ્નોત્તર દ્વારા સૂત્ર અને અર્થની પુષ્ટિ કરવી.
(૬) પ્રસિદ્ધિ :– અન્ય યુક્તિઓ દ્વારા સૂત્રોક્ત યુક્તિઓને સિદ્ધ કરવી અથવા સૂત્ર અને તેના અર્થને વિવિધ યુક્તિઓ દ્વારા સિદ્ધ કરવાને પ્રસિદ્ધિ કહેવાય છે.
વ્યાખ્યા કરવાના આ છે લક્ષણોમાંથી સૂત્રોચ્ચારણ (સંહિતા) અને પદચ્છેદ કરવો તે સૂત્રાનુગમનું કાર્ય છે. સૂત્રાનુગમ દ્વારા આ કાર્ય થયા પછી 'સૂત્રાલાપક નિક્ષેપ' સૂત્રને નામ—સ્થાપના વગેરે નિક્ષેપોમાં વિભક્ત કરે છે. પદવિગ્રહ, ચલના વગેરે છ લક્ષણો સૂત્રસ્પર્શિક નિરુક્તિના વિષય છે. અર્થાત્ સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ આ કાર્યો સંપાદિત કરે છે. નૈગમાદિનયો જ્યારે પદાર્થને વિષય કરે છે ત્યારે સૂત્રસ્પર્શિકનિર્યુક્ત્યનુગમમાં અન્તર્ગત થઈ જાય છે.
(૧) સૂત્રનાનુગમ– પદચ્છેદ વગેરે કરે છે. (૨) સૂત્રાલાપક નિક્ષેપ– સૂત્રને નામ–સ્થાપનાદિ નિક્ષેપોમાં વિભક્ત કરે છે. (૩) સૂત્રસ્પર્શક નિર્યુકત્યનુગમ- સૂત્ર ઉચ્ચારણ, સૂત્રની દોષ રહિતતા, સૂત્રના લક્ષણ તથા સૂત્રમાં નયદષ્ટિનું દર્શન કરાવે છે.
આ રીતે સૂત્ર જ્યારે વ્યાખ્યાનો વિષય બને છે ત્યારે સૂત્ર, સૂત્રાનુગમ, સૂત્રાલાપક નિક્ષેપ અને સૂત્રસ્પર્શિક નિર્યુક્ત્યનુગમ, આ બધા એક સાથે મળી જાય છે.
સૂત્રગત સ્વસમય વગેરે પદોના અર્થ :
સ્વસમયપદ :– સ્વસિદ્ધાન્ત સંમત જીવાદિપદાર્થના પ્રતિપાદક પદ.