________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
[ પપ૭ ]
કર્યો હતો તેમ કહેવાના બદલે 'શ્રી રામ વનમાં પ્રવેશ કરે છે તેમ કહેવું. (રર) યતિદોષ - અનુચિત સ્થાને વિરામ લેવો–અટકવું અથવા વિરામ લીધા વિના બોલવું. (૨૩) છવિદોષ - છવિ એટલે અલંકાર, અલંકાર શૂન્ય કથન. (૨૪) સમયવિરુદ્ધ દોષ:- સ્વસિદ્ધાન્તથી વિરુદ્ધ પ્રતિપાદન કરવું. (૨૫) વચન માત્ર દોષ – નિર્દેતુક વચનનું ઉચ્ચારણ કરવું. (ર) અથપત્તિદોષ - જે કથનમાં અર્થોપત્તિથી અનિષ્ટ અર્થ થતો હોય તેવું ઉચ્ચારણ કરવું જેમ કે ઘરનો કૂકડો ન મારવો. આવા પ્રયોગમાં અર્થોપત્તિ અર્થ એવો થાય કે ઘર સિવાયના અન્ય કૂકડા મારવા જોઈએ. (૨૭) અસમાસ દોષ - જ્યાં સમાસ થાય તેમ હોય ત્યાં ન કરવો અથવા જે સ્થાને જે સમાસ થતો હોય તે સમાસ ન કરતાં અન્ય સમાસ કરવો. (૨૮) ઉપમા દોષ - હીન ઉપમા આપવી. જેમ કે મેરુ સરસવ જેવો છે. અથવા અધિક ઉપમા આપવી જેમ કે સરસવ મેરુ જેવો છે. વિપરીત ઉપમા આપવી જેમ કે મેરુ સમુદ્ર જેવો છે. (૨૯) રૂપકદોષ:- નિરૂપણીય મૂળવસ્તુને છોડી તેના અવયવોનું નિરૂપણ કરવું. જેમકે પર્વતનું નિરૂપણ છોડી શિખરનું નિરૂપણ કરવું. (૩૦) નિર્દેશ દોષ - નિર્દિષ્ટ પદોની એક વક્તવ્યતા ન હોવી. (૩૧) પદાર્થ દોષ :- વસ્તુના પર્યાયને અલગ પદાર્થ રૂપ માનવા જેમ કે સત્તા વસ્તુની પર્યાય છે. તેને અલગ પદાર્થ કહેવો. (વૈશષિક તેમ કહે છે) (૩૨) સંધિ દોષ - જ્યાં સંધિ થતી હોય ત્યાં ન કરવી અથવા ખોટી સંધી કરવી.
સૂત્રો આ બત્રીસ દોષથી રહિત હોવા જોઈએ. સૂત્રોનું ત્રીજું લક્ષણ છે. આઠગુણથી યુક્ત હોવા જોઈએ. તે આઠગુણ આ પ્રમાણે છે
निहोसं सारवंतंच, हेउजुत्तमलंकियं ।
उवणीय सोवयारंच, मियं महुरमेव च ॥ (૧) નિર્દોષ- સર્વદોષથી રહિત. (૨) સારવાન-સારયુક્ત હોવું. (૩) હેતુયુક્ત-અન્વય-વ્યતિરેક હેતુઓથી યુક્ત. (૪) અલંકારયુક્ત ઉપમા, ઉપ્રેક્ષા વગેરે અલંકારથી વિભૂષિત. (૫) ઉપનિીતઉપનયથી યુક્ત અર્થાત્ દૃષ્ટાંતને દાઝાન્તિકમાં ઘટિત કરવું. (૬) સોવયાર- સાહિત્યિક ભાષાથી યુક્ત હોય, ગ્રામીણ ભાષાથી રહિત હોય. (૭) મિત- અક્ષરાદિ પ્રમાણથી નિયત હોય. (૮) મધુર- સાંભળવામાં