________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
હોય. જેમ કે શબ્દ અનિત્ય છે. ઘટની જેમ અથવા શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી. અહીં હેતુ અથવા દૃષ્ટાંતની ન્યૂનતા હોવાથી ઉનદોષ કહેવાય છે.
૫૫૩
(૧૦) પુનરુક્તદોષ :- – એક જ શબ્દનો વારંવાર પ્રયોગ કરવો જેમ કે ઘટો ઘટ અથવા જેના અર્થ સમાન હોય તેવા શબ્દોનો વારંવાર પ્રયોગ કરે, જેમ કે ઘટ, ફુટ, કુંભ, ઘડો.
(૧૧) વ્યાહતદોષ ઃ– પૂર્વવચનથી ઉત્તરવચનનો વ્યાઘાત થાય તેને વ્યાહતદોષ કહેવાય. જેમ કે કર્મ છે. તેનું ફળ પણ છે પરંતુ કર્મનો કર્તા કોઈ નથી. કર્મ હોય તો કર્તા હોય જ. પૂર્વ વચનમાં કર્મ છે તેમ કહે અને પછી કર્તાનો નિષેધ કરે, તો પૂર્વવચનથી ઉત્તર વચન વ્યાઘાત પામે છે.
(૧૨) અયુક્તદોષ :– જે વચન યુક્તિ, ઉપપતિને સહન ન કરી શકે, જેમ કે હાથીઓના ગંડસ્થલથી મદનો એવો પ્રવાહ વહ્યો કે ચતુરંગી સેના તણાઈ ગઈ. આવું સૂત્ર, તર્ક કે યુક્તિને સહન કરી શકતું નથી અર્થાત્ સંગત નથી.
(૧૩) ક્રમભિન્નદોષ :– જેમાં ક્રમ ન હોય, ઉલટુ–સુલટુ હોય તો ક્રમભિન્ન દોષ લાગે. જેમ કે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ, એમ ક્રમને તોડી, સ્પર્શ રૂપ, શબ્દ, રસ આ રીતે ક્રમભંગથી બોલવું.
ઃ- ·
(૧૪) વચન ભિન્ન દોષ ઃ– વચનની વિપરીતતા હોય તે. જેમ કે વૃક્ષો ઋતુમાં પુષ્પિત થયું. અહીં વૃક્ષો બહુવચન છે અને ક્રિયાપદ 'થયું' એકવચનમાં તેથી વચનભિન્નદોષ લાગે,
(૧૫) વિભક્તિ ભિન્ન દોષ ઃ– વિભક્તિની વિપરીતતા-વ્યત્યય થવું. 'વૃક્ષ પશ્ય' વૃક્ષને જો, તેના સ્થાને વૃક્ષઃ પશ્ય અહીં વૃક્ષ શબ્દમાં, દ્વિતીયના સ્થાને પ્રથમા વિભક્તિનો પ્રયોગ થયો છે.
(૧૬) લિંગ ભિન્ન દોષ :– લિંગની વિપરીતતા હોય તે. અય સ્ત્રી – આ પ્રયોગમાં અયં શબ્દ પુલિંગ છે અને સ્ત્રી શબ્દ સ્ત્રીલીંગવાચી છે.
(૧૭) અનભિતિ દોષ ઃ- સ્વસિદ્ધાન્તમાં જે પદાર્થ ગ્રહણ નથી તેનો ઉપદેશ કરવો. સ્વસિદ્ધાંતમાં જીવ– અજીવ બે રાશિનો સ્વીકાર છે, તેના બદલે જીવ, અજીવ, નોજીવ એમ ત્રણ રાશિનો ઉપદેશ કરવો.
(૧૮) અપદોષ ઃ– અન્ય છંદના સ્થાને અન્ય છંદનું ઉચ્ચારણ કરવું. જેમ કે આર્યા પદના સ્થાને વૈતાલીય પદ કહેવું.
(૧૯) સ્વભાવહીન દોષ ઃ– જે પદાર્થનો જે સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ સ્વભાવનું પ્રતિપાદન કરવું. જેમ કે અગ્નિ ઠંડી છે, તેવું કથન સ્વભાવહીન દોષથી દૂષિત કહેવાય.
(૨૦) વ્યવહિતહીન દોષ ઃ– જેની વ્યાખ્યા કહેવાનો પ્રારંભ કર્યો હોય તે છોડી અન્ય વ્યાખ્યા કરવી પછી પ્રથમ શબ્દની વ્યાખ્યા કરવી તે.
(૨૧) કાલદોષ :– ભૂતકાળની ઘટના માટે વર્તમાન કાળનો પ્રયોગ કરવો. જેમ 'શ્રી રામે વનમાં પ્રવેશ
=