________________
પ્રકરણ ૩૭/અનુગમ
.
[ ૫૫૫]
અહીં બતાવવામાં આવ્યું છે. સૂત્રના લક્ષણ આ પ્રમાણે છે.
अप्पग्गंथमहत्थं, बत्तीस दोसविरहियं जं च ।
लक्खणजुत्तं सुत्तं अट्ठहि य गुणेहिं उववेयं ॥ સૂત્ર અલ્પ અક્ષર અને મહાન અર્થવાળા, બત્રીસ દોષથી રહિત, આઠ ગુણ સહિત અને લક્ષણયુક્ત હોય છે.
સુત્રનું પ્રથમ લક્ષણ છે કે તેમાં અક્ષર ઓછા હોય અને તેના અર્થ મહાન હોય. જેમ કે નો પn નાડુ સો સબ્સ નાખવું આ સૂત્ર નાનું છે પણ તેનો અર્થ વિશાળ છે.
સૂત્રનું બીજું લક્ષણ છે કે તે બત્રીસ દોષ રહિત હોય. સૂત્રના ૩ર દોષો આ પ્રમાણે છે(૧) અલીક(અમૃત) દોષ :- અવિદ્યમાન પદાર્થનો સદ્ભાવ બતાવે જેમ કે 'જગત કર્તા ઈશ્વર છે. અથવા વિદ્યમાન પદાર્થનો અભાવ બતાવવો જેમ કે 'આત્મા નથી.' આ બંને અસત્ય પ્રરૂપક હોવાથી અલીદોષ કહેવાય છે. ૨) ઉપઘાતજનક દોષ :- 'વેદ કથિત હિંસા ધર્મરૂપ છે.' આવા જીવોની ઘાતના પ્રરૂપક સૂત્ર ઉપઘાત જનક દોષ યુક્ત કહેવાય. (૩) નિરર્થક વચન -જે અક્ષરોનું અનુક્રમે ઉચ્ચારણ તો થાય પરંતુ અર્થ ન નીકળતો હોય. જેમ કે આ, આ, ઈ, ઈ વગેરે અથવા ડિલ્થ, પવિત્થ. આવા સૂત્રો નિરર્થક વચન દોષયુક્ત કહેવાય. (૪) અપાર્થક દોષ - અસંબદ્ધ અર્થ વાચક શબ્દો બોલવા. જેમ કે દસ, દાડમ, છ અપૂપ, કુંડમાં બકરા. (૫) છલ દોષ - એવા પદનો પ્રયોગ કરવો કે જેથી ઈષ્ટ અર્થનો ઉપઘાત થઈ જાય અને અનિષ્ટ અર્થ પ્રગટ કરી શકાય. જેમ'નવ રાખ્યaોડ્ય રેવત્ત તિ' આ દેવદત્ત નવ કંબલવાન છે. અહીં નવ નો અર્થ નૂતન–નવી કંબલ થાય પણ નવ શબ્દ સંખ્યાવાચક પણ બની શકે અને તેથી અનિષ્ટ અર્થ પ્રગટ થાય. () હિલ દોષ – પાપ વ્યાપાર પોષક. (૭) નિસ્સાર વચન દોષ – યુક્તિ રહિત વચન. (૮) અધિક દોષ - અક્ષર–પદ વધુ હોય, જેમ કે "શબ્દ અનિત્ય છે. મૃતક હોવાથી, પ્રયત્નાનન્તરીય હોવાથી, ઘટ–પટની જેમ. અહીં શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કતત્ત્વ અને પ્રયત્નાનન્તરીયત્વ, આ બે હેતુ અને ઘટ-પટ આ બે દષ્ટાંત આપ્યા છે. સાધ્યની સિદ્ધિ માટે એક હેતુ અને એક દષ્ટાંત પર્યાપ્ત છે, તેથી અહીં અધિક દોષ છે.
(૯) ઉનદોષ :- ચૂનવચન દોષ. જેમાં અક્ષર–પદ વગેરે ઓછા હોય અથવા હેતુ કે દષ્ટાંતની ન્યૂનતા