________________
પ્રકરણ ૩૭/અગમ
.
[૫૫૧ ]
આરામાં ચાર પ્રકારની સામાયિક હોય છે. શેષ આરામાં બે–બે સામાયિક હોય છે. નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાલમાં અર્થાતુ મહાવિદેહ ક્ષેત્રમાં ચારે સામાયિક હોય છે. અકર્મ ભૂમિ ક્ષેત્રોની અપેક્ષાએ સર્વત્ર બે સામાયિક લાભે છે. ૪. ગતિ અપેક્ષાએ - મનુષ્યગતિમાં ચારે પ્રકારની સામાયિક હોય છે.
તિર્યંચગતિમાં ત્રણ પ્રકારની સામાયિક હોય છે.
દેવ–નરકગતિમાં બે પ્રકારની સામાયિક હોય છે. ૫. ભવ્ય અપેક્ષાએ :- ભવ્ય જીવોમાં ચારે પ્રકારની સામાયિક હોય છે.
અભવ્ય જીવોમાં સમ્યકત્વ સિવાયની ત્રણ સામાયિક હોય છે
અભવ્યો નવપૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે અપેક્ષાએ તેઓમાં શ્રુતસામાયિક માનવામાં આવે છે. અને વ્યવહાર નયથી તેઓમાં દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક માનવામાં આવે છે. નિશ્ચય નયથી તેઓમાં એક પણ સામાયિક નથી. નોભવ્ય–નોઅભવ્ય (સિદ્ધો)માં એક સમ્યકત્વ સામાયિક જ હોય છે. ૬. સંજ્ઞા અપેક્ષાએઃ- સંજ્ઞી જીવોમાં ચારે સામાયિક હોય છે.
અસંજ્ઞી જીવોમાં સમ્યક્ત્વ સામાયિક હોય છે. ૭. ઉચ્છવાસ અપેક્ષાએ:- ઉચ્છવાસક-નિઃશ્વાસેક જીવોમાં ચારે સામાયિક હોય છે. ૮. દષ્ટિ અપેક્ષાએઃ- સમ્યગ્દષ્ટિમાં ચારે સામાયિક હોય છે. મિથ્યા–મિશ્રદષ્ટિમાં એક પણ સામાયિક
નથી.
૯. આહારક અપેક્ષાએ – આહારકમાં ચારે સામાયિક હોય છે. અનાહારકમાં દેશવિરતિ છોડી ત્રણ સામાયિક હોય છે.
(૧) શેમાં :- સામાયિક શેમાં હોય છે?, સમ્યકત્વ સામાયિક સર્વદ્રવ્ય-સર્વ પર્યાયોમાં તેના શ્રદ્ધાન રૂપ હોય છે. અર્થાત્ સર્વ દ્રવ્ય પર્યાય પ્રત્યે શ્રદ્ધાભાવ હોવાથી તેને સમ્યકત્વ રૂપ કહેલ છે. શ્રત સામાયિક સમસ્ત દ્રવ્યમાં છે પણ સમસ્ત પર્યાયમાં નહીં કારણ કે શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્ય છે, સર્વ પર્યાય નહીં. ચારિત્ર સામાયિક સર્વ દ્રવ્યમાં છે, સર્વ પર્યાયમાં નહીં. દેશવિરતિ સામાયિક ન સર્વ દ્રવ્યમાં, ન સર્વ પર્યાયમાં હોય.
(૧૮) કેવી રીતે :- સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય? મનુષ્યત્વ, આર્યક્ષેત્ર, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ, ધર્મશ્રવણ, ધર્માવધારણ, શ્રદ્ધા અને સંયમ. આ બાર સ્થાનની પ્રાપ્તિ થાય ત્યારે જીવ