________________
પપર |
શ્રી અયોગવાર સૂત્ર
સામાયિકને પ્રાપ્ત કરે છે. (૧૯) કેટલા કાળ સુધી :- સામાયિક કેટલા કાળ સુધી રહી શકે છે? કાળમાન કેટલું? સમ્યકત્વ અને શ્રત સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કાંઈક વધુ છ સાગરોપમની છે. ચારિત્ર સામાયિકની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. દેશવિરતિ અને સર્વ વિરતિ સામાયિકની જઘન્ય સ્થિતિ અંતર્મુહુર્ત છે અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની હોય છે.
(૨) કેટલા? :- વિવક્ષિત સમયમાં (૧) સામાયિકના પ્રતિપદ્યમાન (સામાયિકને વર્તમાનમાં ગ્રહણ કરતા જીવ), (ર) પૂર્વપ્રતિપન્ન–પહેલાં જેણે સામાયિક ગ્રહણ કરી લીધી છે, તેવા જીવ (૩) સામાયિકથી પતિત જીવ કેટલા? ૧. પ્રતિપદ્યમાન– કોઈ એક વિવક્ષિત કાળમાં સમ્યક્ત્વ અને દેશવિરતિ સામાયિકના પ્રતિપદ્યમાનક જીવ જઘન્ય એક, બે, ત્રણ હોય, ઉત્કૃષ્ટ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશ પ્રમાણ હોય છે. તેમાં પણ દેશવિરતિ કરતાં સમ્યકત્વ સામાયિકને ધારણ કરનાર અસંખ્યાતગુણ અધિક હોય છે. એક કાળમાં શ્રુતસામાયિકના પ્રતિપદ્યમાનક જીવ જઘન્ય એક—બે અને ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા હોય છે. સર્વ વિરતિ સામાયિકના પ્રતિપદ્યમાન જીવ એક કાળમાં, જઘન્ય એક—બે અને ઉત્કૃષ્ટ સહસપૃથ7(બે થી નવ હજાર) હોય છે. ૨. પૂર્વપ્રતિપન– સમ્યકત્વ તથા દેશવિરતિ સામાયિકના પૂર્વપ્રતિપન્નક જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય છે. સમ્યક–મિથ્યાના ભેદ રહિત સામાન્યરૂપે શ્રુતસામાયિકના પૂર્વ પ્રતિપન્નક ઘનીકૃત લોકના પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્યાત શ્રેણીઓના આકાશપ્રદેશ જેટલા હોય છે. સર્વવિરતિ સામાયિકના પૂર્વપ્રતિપક અનેક હજાર કોડ છે. તેમાં જેઘન્ય બે હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ છે. ૩. પતિત ચારિત્ર સામાયિક, દેશવિરતિ સામાયિક અને સમ્યકત્વ સામાયિકથી પતિત જીવ સમ્યકત્વ વગેરે સામાયિકના પ્રતિપદ્યમાન તથા પૂર્વ પ્રતિપન્ન જીવોની અપેક્ષાએ અનંતગુણ છે.
(૨૧) અંતર:- સમાયિકનો વિરહકાળ કેટલો છે? એક જીવ અપેક્ષાએ સમ્યકુ-મિથ્યા એવા ભેદ વિના સામાન્યથી (શ્રુત સામાયિકનું) જઘન્ય–અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર થઈ શકે. એક જીવની અપેક્ષાએ સમ્યફ શ્રત, દેશવિરતિ, સર્વવિરતિ સામાયિકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તન-કાલનું છે. અનેક જીવની અપેક્ષાએ સામાયિકમાં વિરહ નથી.
(રર) નિરંતર :- લગાતાર–અંતર વિના કેટલા કાળ સુધી સામાયિક ગ્રહણ કરનાર થઈ શકે? સમ્યકત્વ અને શ્રત સામાયિકના પ્રતિપરા ગૃહસ્થ નિરંતર ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગ પર્યત અને ચારિત્ર સામાયિકના પ્રતિપત્તા જીવ નિરંતર આઠ સમય સુધી હોય છે. ત્યારે સામાયિકને ગ્રહણ કરનાર જીવ જઘન્ય બે સમય સુધી નિરંતર હોય શકે. (૨૩) ભવઃ-કેટલા ભવ સુધી સામાયિક રહે? સમ્યકત્વ અને દેશવિરતિ સામાયિક પલ્યના અસંખ્યાતમાં