________________
૫૫૦
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આવશ્યકમાં થાય છે. ત્રણનયોથી સંયમરૂપ સામાયિકનો સમવતાર આત્મામાં જ થાય છે.
(૧૨) અનુમત :– કર્યો નય કઈ સામાયિકને મોક્ષમાર્ગ રૂપ માને છે ? નૈગમાદિ ત્રણ નય તપ-સંયમરૂપ ચારિત્ર સામાયિકને, નિગ્રંથ પ્રવચનરૂપ શ્રુત સામાયિકને અને તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ સામાયિકને મોક્ષમાર્ગ માને છે. સર્વ સંવરરૂપ ચારિત્રના પાલનથી મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી ઋજુસૂત્રાદિ ચાર નથો સંયમરૂપ ચારિત્ર સામાયિકને જ મોક્ષમાર્ગ કહે છે.
(૧૩) ક્રિમ્ ઃ- સામાયિક શું છે ? દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જીવ દ્રવ્ય સામાયિક છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવનો સમભાવરૂપ ગુણ સામાયિક છે. દ્રવ્ય અને ગુણ અભિન્ન છે માટે બંનેની સમ્મિલિત અવસ્થા જ સામાયિક છે.
(૧૪) પ્રકાર :– સામાયિકના કેટલા પ્રકાર છે ? સામાયિકના ત્રણ પ્રકાર છે. (૧) સમ્યક્ત્વ સામાયિક, (૨) શ્રુતસામાયિક અને (૩) ચારિત્ર સામાયિક.
૧. સમ્યકત્વ સામાયિક – તેના ત્રણ ભેદ છે. ઔપામિક, સાયિક અને ક્ષાોપશમિક,
ઃ
૨. શ્રુત સામાયિક :– તેના બે ભેદ છે. સુત્ર અને અર્થ.
૩. ચારિત્ર સામાયિક – તેના બે ભેદ છે. દેશિવરતિ અને સવિરતિ, અપેક્ષાથી ચાર પ્રકારની સામાયિક પણ કહેવામાં આવે છે. (૧) સમ્યકત્વ (ર) શ્રુત (૩) સર્વ વિરતિ સામાયિક (૪) દેશિવરિત સામાયિક. (૧૫) કોને ઃ– સામાયિક કોને પ્રાપ્ત થાય છે ? જે આત્મા સંયમ, નિયમ અને તપમાં સન્નિહિત હોય તથા જે જીવ ત્રસ—સ્થાવર સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાભાવ રાખે છે તેને સામાયિક પ્રાપ્ત થાય છે.
(૧૬) ક્યાં ઃ- સામાયિક ક્યાં હોય છે ?
--
૧. ક્ષેત્રાપેક્ષાએ :– ઉર્ધ્વલોકમાં સમ્યક્ત્વ અને શ્રૃત, આ બે સામાયિક હોય છે. અોલોકમાં સલીલાવતી વિજય આશ્રી ચારે પ્રકારની સામાયિક હોય છે. તિર્થંગ્લોકમાં અઢીદ્વીપમાં ચારે પ્રકારની, અઢીઢીપની બહાર પણ સર્વવરિત સામાયિક વર્જિને ત્રણ પ્રકારની સામાયિક હોય છે. જંઘાચરણ વિદ્યાચરણની અપેક્ષાએ અડીડીપની બહાર સર્વવરિત સામાયિક પણ હોય છે.
૨. દિશાપેક્ષાએ ઃ– પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ચારે દિશામાં ચારે પ્રકારની સામાયિક હોય છે ચારે વિદિશાઓ એક પ્રદેશની શ્રેણી રૂપ છે, તેથી ત્યાં કોઈ જીવની અવગાહના થઈ શકતી નથી માટે ત્યાં એક પણ સામાયિક નથી.
ઉર્ધ્વ—અધોદિશા ચતુષ્પદેશિક છે, તેથી ત્યાં પણ જીવોની અવગાહનાનો સંભવ ન હોવાથી ત્યાં એક પણ સામાયિક નથી.
૩. કાળ અપેક્ષાએ – અવસર્પિણીના ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં અને ઉત્સર્પિણીના ત્રીજા, ચોથા