________________
પ્રકરણ ૩/અગમ
૫૪૯
પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવી છે. (૧) ઉદેશ સામાન્યરૂપે કથન કરવું તે ઉદ્દેશ કહેવાય છે. જેમ કે– અધ્યયન. (૨) નિર્દેશ - ઉદ્દેશનું વિશેષ નામોલ્લેખપૂર્વક અભિધાન–કથન કરવું તે નિર્દેશ કહેવાય છે. જેમ કે'સામાયિક'.
(૩) નિર્ગમ - વસ્તુના મૂળભૂત સોત–ઉદ્ગમ સ્થાનને નિર્ગમ કહે છે. સામાયિકનું ઉદ્ગમ સ્થાનઅર્થ અપેક્ષાએ તીર્થકરો અને સુત્રની અપેક્ષાએ ગણધરો છે. (૪) ક્ષેત્ર – કયા ક્ષેત્રમાં સામાયિકની ઉત્પત્તિ થઈ? સામાન્યરૂપે સમયક્ષેત્રમાં અઢીદ્વીપમાં, વિશેષ રૂપે પાવાપુરીના મહાસન ઉદ્યાનમાં સામાયિકની ઉત્પત્તિ થઈ.
(૫) કાળ :- કયા કાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ? વર્તમાન કાળની અપેક્ષાએ વૈશાખ સુદ અગિયારસના દિવસે, દિવસના પ્રથમ પૌરસીકાળમાં સામાયિકની ઉત્પત્તિ થઈ.
() પરુષ :- કયા પુરુષે સામાયિકનું પ્રતિપાદન કર્યું? સર્વજ્ઞ પુરુષોએ સામાયિકનું પ્રતિપાદન કર્યું છે. અથવા વ્યવહારનયથી ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસર્પિણીકાળમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે અને વર્તમાન જિનશાસનની અપેક્ષાએ ભગવાન મહાવીરે સામાયિકનું પ્રતિપાદન કર્યું છે. અથવા અર્થ અપેક્ષાએ સામાયિકનું પ્રતિપાદન ભગવાન મહાવીરે અને સૂત્રની અપેક્ષાએ ગૌતમ વગેરે ગણધરોએ કર્યું છે.
() કારણ:- કયા કારણથી ગૌતમાદિ ગણધરોએ ભગવાન પાસેથી સામાયિકનું શ્રવણ કર્યું? સંયમ ભાવની સિદ્ધિ માટે.
(૮) પ્રત્યય :- કયા પ્રત્યય (કયા હેતુથી) ભગવાને સામાયિકનો ઉપદેશ આપ્યો? ગણધરોએ કયા હેતથી તે ઉપદેશ શ્રવણ કર્યો ? કેવળજ્ઞાનના નિમિત્તથી ઉપસ્થિત પરિષદને સંભળાવવાના ઉદ્દેશથી ભગવાને સામાયિક ચારિત્રનો ઉપદેશ આપ્યો અને ભગવાન કેવળી છે તે પ્રત્યયથી અથવા આત્મ કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરવાના હેતુથી ભવ્ય જીવોએ શ્રવણ કર્યો.
(૯) લક્ષણ:- સામાયિકનું લક્ષણ શું છે? સમ્યકત્વ સામાયિકનું લક્ષણ તત્ત્વાર્થ શ્રદ્ધા છે. શ્રુત સામાયિકનું લક્ષણ જીવાદિ તત્ત્વોનું જ્ઞાન છે અને ચારિત્ર સામાયિકનું લક્ષણ સર્વ સાવધ વિરતિ છે. દેશ ચારિત્ર સામાયિકનું લક્ષણ વિરત્યવિરતિ (એક દેશ વિરતિ) છે.
(૧૦) નય - સાતે નય કેવી સામાયિકને માન્ય કરે છે? પ્રથમના ચાર નય પાઠરૂપ સામાયિકને અને શબ્દાદિ ત્રણ નય જીવાદિ વસ્તુના જ્ઞાનરૂપ સામાયિકને માન્ય કરે છે. (૧૧) સમવતાર - સામાયિકનો સમવતાર ક્યાં થાય છે? ચારનયોથી સામાયિકનો સમવતાર