________________
૫૪૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- નામ અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ પૂર્વકથિત નામ–સ્થાપના આવશ્યક જેવું જાણવું. વિવેચન :
કોઈ વસ્તુ કે પ્રવૃત્તિનું નામ 'સામાયિક' રાખવું તે નામ નિક્ષેપ છે. કોઈ પદાર્થ કે આકૃતિ વિશેષને 'આ સામાયિક છે' તેમ સ્થાપિત કરવું, કલ્પિત કરવું તે સ્થાપના નિક્ષેપ છે. સ્થાપના અલ્પકાલની પણ હોય છે અને નામ-જીવનપર્યંત રહે છે. નામ અને સ્થાપના સચિત્ત, અચિત્ત બંને પ્રકારે હોય છે.
દ્રવ્ય સામાયિક :| ३ दव्वसामाइए वि तहेव, जाव से तं भवियसरीरदव्वसामाइए । ભાવાર્થ :- ભવ્યશરીર દ્રવ્ય સામાયિક સુધીનું દ્રવ્યસામાયિકનું વર્ણન દ્રવ્ય આવશ્યકની જેમ જ જાણવું. | ४ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए ?
जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वसामाइए पत्तय-पोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरिते दव्वसामाइए । से तं णोआगमओ दव्वसामाइए । से तं दव्वसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયક શરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- પત્ર કે પુસ્તકમાં લિખિત સામાયિકપદ અથવા અધ્યયન જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરક્ત દ્રવ્ય સામાયિક છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત સામાયિકનું સ્વરૂપ છે.
આ રીતે નોઆગમથી દ્રવ્યસામાયિકની અને સાથે જ દ્રવ્ય સામાયિકની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
ભાવસામાયિક :| ५ से किं तं भावसामाइए ? भावसामाइए दुविहे पण्णत्ते, तं जहाआगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન– ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસામાયિકના બે ભેદ છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવસામાયિક, (૨) નોઆગમથી ભાવ સામાયિક.
६ से किं तं आगमओ भावसामाइए ?