________________
Lપ્રકરણ ૩/સામાયિકનિદેપ
પ૩૯ ]
છત્રીસમ પ્રકરણ સામાયિક રૂપ નામ નિષ્પના નિક્ષેપ
નામ નિષ્પન્ન સામાયિકના પ્રકાર :| १ से किं तं णामणिप्फण्णे ?
णामणिप्फण्णे सामाइए । से समासओ चउव्विहे पण्णत्ते, तं जहाणामसामाइए ठवणासामाइए, दव्वसामाइए, भावसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન- નામનિષ્પન્ન નિક્ષેપનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–અહીં નિક્ષેપને પ્રાપ્ત આવશ્યકના પ્રથમ અધ્યયનનુંનિષ્પન્ન નામ સામાયિક છે. તે સામાયિક રૂ૫ નામ નિષ્પન્ન નિક્ષેપના સંક્ષેપમાં ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામ સામાયિક, (૨) સ્થાપના સામાયિક, (૩) દ્રવ્ય સામાયિક (૪) ભાવ સામાયિક.
વિવેચન :
આ સૂત્રમાં નિક્ષેપના બીજા ભેદ 'નામનિષ્પન્ન નિક્ષેપ'નું વર્ણન છે. નામનિષ્પન્ન નિક્ષેપ સ્પષ્ટ કરવા માટે સૂત્રકારે 'સામા પદ આપ્યું છે.
નામ નિષ્પન્ન નિક્ષેપ શું છે? આ પ્રશ્નનો ઉત્તર છે કે પ્રસંગ પ્રાપ્ત 'નામ નિષ્પન્ન નિક્ષેપ' અહીં, આવશ્યકનું પ્રથમ અધ્યયન "સામાયિક" છે. નિક્ષેપના પ્રથમ ભેદ ઓધનિષ્પન્ન નિક્ષેપમાં અધ્યયન, અક્ષણ વગેરે પદો દ્વારા સામાયિકનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. અહીં વિશેષ નિર્દેશ પૂર્વક સામાયિકનું નામ નિષ્પન્ન નિક્ષેપ રૂપે કથન કરી તેના ચાર નિક્ષેપ કર્યા છે.
સુત્રગત સામાયિક પદ ઉપલક્ષણ છે. તેથી સામાયિકની જેમ ચતુર્વિશતિસ્તવાદિ અધ્યયનોના પણ ચાર-ચાર નિક્ષેપ સમજવા. તે અધ્યયન પણ અહીં પ્રસંગ પ્રાપ્ત અને ક્રમ પ્રાપ્ત છે.
નામ-સ્થાપના સામાયિક :
| २ णाम-ठवणाओ पुव्वभणियाओ ।