________________
પ૩૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
કેટલીક પ્રતોમાં ભાવક્ષપણાના વર્ણનમાં પ્રશસ્ત નોઆગમથી ભાવક્ષપણામાં જ્ઞાનાદિ ત્રણને પ્રશસ્ત અને ક્રોધાદિ ચારને અપ્રશસ્ત બતાવ્યા છે. તે લિપિ દોષ આદિ કારણથી સમજવા.
અહીં ક્રોધાદિ કષાયના ક્ષયને પ્રશસ્ત માનવાનું કારણ એ છે કે ક્રોધાદિ સંસારના કારણ છે. ક્રોધાદિના ક્ષયથી સંસાર પરિભ્રમણ અટકે છે માટે ક્રોધાદિના ક્ષયને પ્રશસ્ત કહ્યો છે. જ્ઞાનાદિ આત્માના ગુણ છે. આ આત્મગુણોની ક્ષીણતા સંસારનું કારણ છે, તેથી જ્ઞાનાદિની ક્ષપણા અપ્રશસ્ત છે. અહીં પ્રશસ્ત–અપ્રશસ્ત વિશેષણ ક્ષપણાના જ છે. આ રીતે ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન પૂર્ણ થયું.
'II પ્રકરણ-૩૫ સંપૂર્ણ || |