________________
'પ્રકરણ ૩પ/અક્ષીણ-આય-ક્ષપણા નિક્ષેપ
1
પ૭૭ ]
ભાવ પણાનું સ્વરૂપ છે. ४४ से किं तं णोआगमओ भावज्झवणा ? णोआगमओ भावज्झवणा दुविहा पण्णत्ता, तं जहा- पसत्था य अप्पसत्था य । ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃ ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમતઃ ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) પ્રશસ્ત, (૨) અપ્રશસ્ત. ४५ से किं तं पसत्था ?
पसत्था चउव्विहा पण्णत्ता, तं जहा- कोहज्झवणा माणज्झवणा मायज्झवणा लोभज्झवणा । से तं पसत्था । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- પ્રશસ્ત ભાવક્ષપણાના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ક્રોધક્ષપણા, (૨) માનક્ષપણા, (૩) માયાપણા, (૪) લોભક્ષપણા. |४६ से किं तं अप्पसत्था ?
अप्पसत्था तिविहा पण्णत्ता, तं जहा- णाणज्झवणा सणज्झवणा चरित्तज्झवणा । से तं अप्पसत्था । से तं णोआगमओ भावज्झवणा । से तं भावज्झ- वणा । से तं झवणा । से तं ओहणिप्फण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- અપ્રશસ્ત ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- અપ્રશસ્ત ભાવક્ષપણાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનક્ષપણા– જ્ઞાનનો ક્ષય, (૨) દર્શનક્ષપણા- દર્શનનો ક્ષય (૩) ચારિત્રક્ષપણા–ચારિત્રનો ક્ષય. આ અપ્રશસ્ત ક્ષપણા છે. આ રીતે નોઆગમથી ભાવક્ષપણા, ભાવક્ષપણા, ક્ષપણા અને ઓધ નિષ્પન્ન નિક્ષેપનું સંપૂર્ણ વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
કર્મ નિર્જરા, ક્ષય અથવા અપચયને ક્ષપણા કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યક્ષપણા નામાદિ 'આય' પ્રમાણે છે. માટે સૂત્રમાં તે જોવાની ભલામણ (અતિદેશ) છે. પરંતુ ઉભયવ્યતિરિક્ત નોઆગમ લૌકિક દ્રવ્ય આયમાં સચિત્ત-હાથી, ઘોડા, દાસ, દાસીની પ્રાપ્તિ કહી છે. તો અહીં તે દાસ, દાસી, હાથી, ઘોડા વગેરેનું દૂર થવું–નષ્ટ થવું, ક્ષય થવો, તેમ અર્થ કરવો. કારણ કે ક્ષપણા, આયથી પ્રતિપક્ષી (વિરોધી) અર્થ ધરાવે છે.