________________
પર
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ભવ્યશરીર દ્રવ્યક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- સમય થતાં જે જીવે જન્મધારણ કર્યો છે, તેવો તે જીવ પ્રાપ્ત શરીર દ્વારા જિનોપદિષ્ટ ભાવ અનુસાર ક્ષપણા પદને શીખશે, વર્તમાનમાં શીખતો નથી, તેવું આ શરીર ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા કહેવાય છે.
તેના માટે દષ્ટાંત છે ? હા, જે ઘડામાં વર્તમાનમાં ઘી કે મધ ભર્યું નથી પણ ભવિષ્યમાં તેમાં ઘી કે મધ ભરવાની અપેક્ષાએ અત્યારે તેને ઘીનો કે મધનો ઘડો કહેવો. આ ભવ્યશરીર દ્રવ્ય ક્ષપણા છે. ४१ से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा ?
जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा - जहा जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए तहा भाणियव्वा जाव से तं जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वज्झवणा । से तं णोआगमओ दव्वज्झवणा । से तं दव्वज्झवणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય આય જેવું જ સ્વરૂપ ઉભયવ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણાનું જાણવું અર્થાત્ લૌકિક, કુપ્રાવાચનિક, લોકોત્તરિક આવા ત્રણ ભેદ અને તે પ્રત્યેકના સચિત્ત, અચિત્ત, મિશ્ર તેવા પુનઃ ત્રણ ત્રણ ભેદ જાણવા. આ સ્વરૂપે જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય ક્ષપણા છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય ક્ષપણા અને દ્રવ્ય ક્ષપણાનું વર્ણન પૂર્ણ થાય છે.
ભાવક્ષપણા ઃ
४२ से किं तं भावज्झवणा ? भावज्झवणा दुविहा पण्णत्ता, आगमओ य णोआगमओ य ।
તેં નહીં
ભાવાર્થ :- પ્રશ્ન– ભાવક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– ભાવક્ષપણાના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમથી ભાવક્ષપણા, (૨) નોઆગમથી ભાવક્ષપણા.
४३ से किं तं आगमओ भावज्झवणा ? आगमओ भावज्झवणा - झवणापयत्थाहिकारजाणए उवउत्ते । से त्तं आगमओ भावज्झवणा ।
ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી ભાવ ક્ષપણાનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– 'ક્ષપણા' આ પદના અર્થના ઉપયોગવાન જ્ઞાતા આગમથી ભાવક્ષપણા છે. આ આગમથી