________________
પ્રકરણ ૩૬/સામાયિકનિહેપ
2
[ ૫૪૧ |
आगमओ भावसामाइए- भावसामाइय-पयत्थाहिकारजाणए उवउत्ते । से तं आगमओ भावसामाइए । ભાવાર્થ :- પ્રશ્ન– આગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સામાયિક પદના અર્થાધિકારમાં ઉપયોગવાન જ્ઞાયક(જ્ઞાતા) આગમથી ભાવસામાયિક છે. અર્થાત્ સામાયિકના મૂલપાઠના અને તેના અર્થ પરમાર્થ ના જ્ઞાતા તેના શુદ્ધયુક્ત ઉચ્ચારણમાં ઉપયોગ યુક્ત હોય તો તેની આગમથી (જ્ઞાન દષ્ટિથી જ્ઞાનની અપેક્ષાએ) ભાવ સામાયિક છે. ७ से किं तं णोआगमओ भावसामाइए ? णोआगमओ भावसामाइए
जस्स सामाणिओ अप्पा संजमे णियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२७॥ जो समो सव्वभूएसु तसेसु थावरेसु य ।
तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१२८॥ શબ્દાર્થ:- = જેનો, સામણિ = સંનિહિત–લીન, મM = આત્મા. ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમથી ભાવ સામાયિકનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- નોઆગમથી અર્થાત્ આચારની અપેક્ષાએ સામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જેનો આત્મા સંયમ, નિયમ અને તપમાં લીન હોય તેને નોઆગમથી ભાવ સામાયિક છે, તેવું કેવળી ભગવાનનું કથન છે.
જે સર્વભૂતો, ત્ર-સ્થાવર વગેરે પ્રાણીઓ પ્રત્યે સમભાવ ધારણ કરે છે, તેને નોઆગમથીઆચારથી ભાવ સામાયિક હોય છે, તેવું કેવળી ભગવાનનું વચન છે. વિવેચન :
આ સૂત્રોમાં ભાવ સામાયિકના બે ભેદનું સ્પષ્ટીકરણ છે– (૧) આગમથી- સામાયિકના જ્ઞાતા અને તેમાં ઉપયોગવાન હોય અથવા સામાયિકના મૂલપાઠ અને તેના અર્થ પરમાર્થના જ્ઞાતા તેમાં ઉપયોગ યુક્ત હોય તો તે આગમથી (જ્ઞાન અપેક્ષાએ) ભાવ સામાયિક છે. (૨) નોઆગમથી–આચારની દષ્ટિએ જે શુદ્ધ સામાયિક હોય તે નોઆગમથી ભાવ સામાયિક છે. તેનું સ્વરૂપ સૂત્રમાં બે ગાથા દ્વારા બતાવ્યું છે. તેનું તાત્પર્ય સ્પષ્ટ છે કે જેનો આત્મા તપ સંયમ અને નિયમોમાં અર્થાત્ સામાયિક ચારિત્રરૂપ સંયમાચારના મૂલ ગુણ અને ઉત્તર ગુણોના આચરણમાં લીન રહે છે અને ત્રસ, સ્થાવર, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, તેની તે નોઆગમત (આચારપેક્ષયા) ભાવ સામાયિક છે. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં