________________
| પ૩ર |
શ્રી અયોગવાર સૂત્ર
લૌકિક આયના ત્રણ ભેદ પ્રમાણે જ જાણવું. આ કુપ્રાવાચનિક આય છે. २५ से किं तं लोगुत्तरिए ? लोगुत्तरिए तिविहे पण्णत्ते, तं जहा- सचित्ते अचित्ते मीसए य । ભાવાર્થ - પ્રશ્ન- લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- લોકોત્તરિક આયના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સચિત્ત, અચિત્ત અને મિશ્ર. २६ से किं तं सचित्ते? सचित्ते-सीसाणं सिस्सिणियाणं आये । से तं सचित्ते। ભાવાર્થ - પ્રશ્ન- સચિત્ત લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- શિષ્ય, શિષ્યાની પ્રાપ્તિ લોકોરિક આય કહેવાય છે. આ સચિત્ત આયનું સ્વરૂપ છે. २७ से किं तं अचित्ते ? अचित्ते- पडिग्गहाणं वत्थाणं कंबलाणं पायपुंछणाणं आए । से तं अचित्ते । ભાવાર્થ - પ્રશ્ન- અચિત્ત લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–પાત્ર, વસ્ત્ર, કંબલ, પ્રાદપ્રોપ્શન વગેરેની પ્રાપ્તિ તે અચિત્ત આય છે. આ અચિત્ત આયનું સ્વરૂપ છે. २८ से किं तं मीसए ? मीसए- सीसाणं सिस्सिणियाणं सभंडोवकरणाणं आये। से तं मीसए । से तं लोगुत्तरिए । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वाए । से तं णोआगमओ दव्वाए । से तं दव्वाए । ભાવાર્થ - પ્રશ્ન- મિશ્ર લોકોત્તરિક આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– ભંડોપકરણ સહિત શિષ્ય-શિષ્યાઓના લાભને મિશ્ર લોકોત્તરિક આય કહે છે. આ મિશ્ર આયનું સ્વરૂપ છે, આ રીતે જ્ઞાયકશરીર–ભવ્યશરીર વ્યતિરિક્ત આય, નોઆગમતઃ આય અને દ્રવ્ય આયનું વર્ણન પૂર્ણ થાય છે.
વિવેચન :
ઓઘનિષ્પન્ન નિક્ષેપનો ત્રીજો પ્રકાર આય છે આ સૂત્રોમાં તેનો વિચાર નામ, સ્થાપના અને દ્રવ્યથી કરવામાં આવ્યો છે. નામ, સ્થાપના, દ્રવ્ય આયમાં જ્ઞાયકશરીર–ભવ્યશરીર સુધીનું સ્વરૂપ વર્ણન દ્રવ્ય આવશ્યક પ્રમાણે જ છે. ઉભયવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય આયના લૌકિક, કુકાવચનિક અને લોકોત્તર