________________
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
अज्झप्पस्साऽऽणयणं, कम्माणं अवचओ उवचियाणं ।
अणुवचओ य णवाणं, तम्हा अज्झयणमिच्छति ॥१२५॥ से तं णोआगमओ भावज्झयणे । से तं भावज्झयणे । से तं अज्झयणे । શબ્દાર્થ –ડાયાં = અધ્યાત્માનયન-અધ્યાત્મ એટલે ચિત્ત અને આનયન એટલે લગાડવું. તાત્પર્ય એ છે કે સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્ત લગાડવું (તેથી), મા = કર્મોના, અવર= અપચય-ક્ષય થવાનું, નિર્જરાનું, ૩વવિયા = પૂર્વે બાંધેલા, અyવવો = બંધ જ ન થવા દેવો, વાળ = નવા કર્મોનું તન્હા તેથી, આથમતિ= અધ્યયનને ઈચ્છે છે. ભાવાર્થ - પ્રશ્ન- નોઆગમતઃ ભાવઅધ્યયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- સામાયિક આદિ અધ્યયનમાં ચિત્ત લગાડવાથી, પૂર્વે ઉપાર્જિત કર્મોનો ક્ષય-નિર્જરા અને નવીન કર્મબંધ અટકે છે. આ રીતે સંવરનું કારણ હોવાથી સાધકો અધ્યયનની અભિલાષા કરે છે. આવું નોઆગમતઃ ભાવઅધ્યયનનું સ્વરૂપ છે. આ રીતે ભાવ અધ્યયન, અધ્યયન ઓઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન સમાપ્ત થયું. વિવેચન :
આ સૂત્રોમાં આગમતઃ અને નોઆગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ છે. તેમાં આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ આવશ્યકની જેમ જ છે પરંતુ નોઆગમતઃ ભાવ અધ્યયનમાં અહીં કંઈક વિશેષતા છે. તેનું તાત્પર્ય એ છે કે સામાયિક આદિ અધ્યયનના ભાવોમાં તલ્લીન થઈ અથવા સામાયિકાદિના આચરણમાં તલ્લીન થઈ જીવ પૂર્વ કર્મોની નિર્જરા અને આગામી કર્મોના આશ્રવનો નિરોધ કરે છે. તે નોઆગમથી ભાવ અધ્યયનરૂપ છે. અહીં નોઆગમતના લૌકિક, લોકોત્તર વગેરે ભેદ-પ્રભેદ કર્યા નથી. આ રીતે ભેદ વિના જ નોઆગમતઃ ભાવ અધ્યયનનું વર્ણન પૂર્ણ થયું તેમજ અધ્યયન નિક્ષેપની વક્તવ્યતા પૂર્ણ થઈ.
| | પ્રકરણ-૩૪ સંપૂણ ||