________________
૫૧૬ |
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ભાવસમવતારનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- ભાવસમવતારના બે પ્રકાર કહ્યા છે. જેમ કે આત્મસમવતાર અને તદુભયસમવતાર. આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ માનમાં અને નિજસ્વરૂપમાં સમવતીર્ણ છે. તે જ રીતે માન, માયા, લોભ, રોગ, મોહનીય, આઠ કર્મપ્રકૃતિઓ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભયસમવતારથી છ પ્રકારના ભાવોમાં અને આત્મભાવમાં રહે છે. તે જ રીતે ઔદયિક વગેરે છ ભાવ જીવમાં, જીવ જીવાસ્તિકાયમાં, જીવાસ્તિકાય દ્રવ્યમાં અને નિજસ્વરૂપમાં પણ સમવતરિત થાય છે. તેની સંગ્રહણી ગાથાનો અર્થ આ પ્રમાણે છે- ક્રોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીયકર્મ, કર્મપ્રકૃતિ, ભાવ, જીવ, જીવાસ્તિકાય અને સર્વદ્રવ્ય, આત્મસમવતારથી પોત-પોતાના સ્વરૂપમાં અને તદુભયસમવતારથી પરરૂપ અને સ્વસ્વરૂપમાં પણ રહે છે. આ ભાવ સમવતારનું વર્ણન થયું. આ રીતે ઉપક્રમના છઠ્ઠા ભેદ સમવતારની અને અનુયોગના પ્રથમ વાર ઉપક્રમની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
વિવેચન :
જીવના જ્ઞાનાદિક સ્વાભાવિક ભાવો અને ક્રોધાદિ કષાયો વૈભાવિક ભાવોના સમવતારનો વિચાર કરવો તે ભાવસમવતાર કહેવાય છે. તેના આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર એવા બે ભેદ છે. ક્રોધ-માન વગેરે ઔદયિક ભાવ છે. તેથી તેનું ભાવસમવતારમાં ગ્રહણ કર્યું છે. ક્રોધ અહંકાર વિના ઉત્પન્ન ન થાય તેથી ઉભયસમવતારની અપેક્ષાએ ક્રોધનો માનમાં સમવતાર કરેલ છે. ક્ષપકશ્રેણીવાળા જીવ માનના દલિકોને માયામાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે. માયાના દલિકોને લોભમાં પ્રક્ષિપ્ત કરી ક્ષય કરે છે, તેથી માનનો માયામાં અને માયાનો લોભમાં સમવતાર કરેલ છે. લોભ રાગનો જ એક પ્રકાર છે તેથી તેનો રાગમાં અને રાગ એ મોહનીયનો ભેદ છે, તેથી તે મોહનીયકર્મમાં, મોહનીયકર્મ કર્મનો પ્રકાર છે, તેથી તે અષ્ટકર્મ પ્રકૃતિમાં, કર્મપ્રકૃતિઓની ઔદયિક, ઔપથમિક વગેરે ભાવોમાં પ્રવૃતિ છે, તેથી અષ્ટકર્મ ઉપશમ આદિ ભાવમાં સમાવિષ્ટ થાય છે. છ ભાવ જીવને આશ્રિત છે, તેથી તેનો જીવમાં સમાવેશ થાય છે. જીવ જીવાસ્તિકાયના ભેદરૂપે છે, તેથી જીવ જીવાસ્તિકાયમાં અને જીવાસ્તિકાય દ્રવ્યાશ્રિત હોવાથી સમસ્તદ્રવ્યમાં સમવતરિત થાય છે.
સામાયિકનો સમવતાર :- આવશ્યક સૂત્રના છ અધ્યયનમાંથી પ્રથમ અધ્યયન સામાયિક' પર ચાર અનુયોગ દ્વાર છે. તેમાં પ્રથમ ઉપક્રમ દ્વાર છે. ઉપક્રમનો પ્રથમ ભેદ છે આનુપૂર્વી, આનુપૂર્વીના દસભેદમાંથી ઉત્કીર્તનાનુપૂર્વી અને ગણનાનુપૂર્વીમાં સામાયિક સમતરિત થાય છે. નામના ઉચ્ચારણને ઉત્કીર્તન કહેવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે છ આવશ્યકોના નામનું ઉચ્ચારણ કરવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ વગેરે છ આવશ્યકોના નામનું ઉચ્ચારણ કરવું તે ઉત્કીટર્ન કહેવાય છે. સામાયિક ઉત્કીર્તનનો વિષય હોવાથી તેનો ઉત્કીર્તનાનુપૂર્વીમાં સમાવેશ થાય છે.
એક—બે-ત્રણ વગેરે ગણવાની પદ્ધતિને ગણનાનપર્વ કહેવામાં આવે છે. સામાયિકાદિ અધ્યયનોની