________________
પ્રકકરણ ૩૩/સમવતાર
૫૧૫
આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારથી અતીત–અનાગતકાળમાં અને આત્મભાવમાં રહે છે. (૪૯) અતીતઅનાગતકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારની અપેક્ષાએ સર્વોદ્ધાકાળમાં તથા આત્મભાવમાં રહે છે. આ રીતે કાળસમવતારનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
સમયાદિથી જે જણાય તે કાળ છે. કાળનું નાનામાં નાનું એકમ સમય છે. તેનાથી નિષ્પન્ન આવલિકા, આનપ્રાણ, સ્તોક, લવ વગેરે ઉત્તરોત્તર મોટા–મોટા કાળવિભાગ છે. નિશ્ચયનયથી તે સર્વ પોતાના નિજસ્વરૂપમાં રહે છે. વ્યવહારનયથી નિજસ્વરૂપમાં તો રહે જ છે પણ સાથે પોતાથી મોટા કાળ વિભાગમાં પણ રહે છે,(સમાવિષ્ટ થાય છે.) સમય આવલિકામાં, આવલિકા આનપ્રાણમાં, આનપ્રાણ સ્તોકમાં, સ્તોક લવમાં, લવ મુહૂર્તમાં રહે છે. તેમ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી–અવસર્પિણી કાળમાં સમાવિષ્ટ થાય છે. ઉત્સર્પિણી—અવસર્પિણી પુદ્ગલપરાવર્તનમાં, પુદ્ગલપરાવર્તન અતીત અનાગતમાં, અતીત અનાગતકાળ સર્વ અદ્ધાકાળમાં સમવતરિત થાય છે.
પુદ્ગલ પરાવર્તન કાળ અસંખ્યાત અવસર્પિણી–ઉત્સર્પિણી કાળ પ્રમાણ છે. સમય માત્ર
પ્રમાણવાળા વર્તમાનકાળમાં તેનો સમાવેશ થઈ ન શકે કારણ કે પુદ્ગલ પરાવર્તન ! બૃહદ્ કાળ વિભાગ છે.
વર્તમાન કાળ અલ્પ પ્રમાણવાળો કાળવિભાગ છે. નાનો કાળવિભાગ મોટા કાળવિભાગમાં સમવરિત થાય પણ પોતાનાથી નાના કાળવિભાગમાં સમવતરિત થઈ શકે નહીં. તેથી અનંત સમયવાળા અતીત– અનાગત કાળમાં પુદ્ગલપરાવર્તન સમવતરિત થાય છે. સર્વાઢાકાલથી મોટું કોઈ કાલ નથી તેથી તે કોઈમાં સમવતિરત થતો નથી આત્મભાવમાં જ તેનો સમવતાર થાય છે.
ભાવસમવતાર :
८ से किं तं भावसमोयारे ?
भावसमोयारे दुविहे पण्णत्ते, तं जहा - आयसमोयारे य तदुभयसमोयारे य । कोहे आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं माणे समोयरइ आयभावे य । एवं माणे माया लोभे रागे मोहणिज्जे अट्ठकम्मपगडीओ आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं छव्विहे भावे समोयरंति आयभावे य । एवं छव्विहे भावे जीवे जीवत्थिकाए आयसमोयारेणं आयभावे समोयरंति, तदुभयसमोयारेणं सव्वदव्वेसु समोयरंति आयभावे य । एत्थ संगहणी गाहाकोहे माणे माया लोभे, रागे य मोहणिज्जे य ।
पगडी भावे जीवे जीवत्थिकाय सव्वदव्वा य ॥ १२४॥
से तं भावसमोयारे । से तं समोयारे । से तं उवक्कमे ।