________________
પ્રકરણ ૩૩/સમવતાર .
[ ૫૧૭ |
ગણના કરી શકાય છે માટે તેનો ગણનાપૂર્વમાં સમવતાર થાય છે. જ્યારે તે છ અધ્યયનોની પૂર્વાનુપૂર્વીમાં ગણના કરવામાં આવે ત્યારે સામાયિક અધ્યયન પ્રથમ સ્થાન પર, પક્ષાનુપૂર્વીથી ગણના કરતાં છઠ્ઠા સ્થાનને અને અનાનુપૂર્વાથી ગણના કરતાં બીજા, ત્રીજા વગેરે સ્થાને હોય છે. આ રીતે આનુપૂર્વાની અપેક્ષાએ તેનું નિયત સ્થાન રહેતું નથી. વાસ્તવમાં તો તેનું પ્રથમ સ્થાન જ છે.
ઉપકમના બીજા ભેદ 'નામ'ના દસ પ્રકારમાંથી છઠ્ઠા પ્રકાર, ઔદાયિકાદિ છ ભાવમાં સામાયિક સમવતરિત થાય છે. સામાયિક શ્રતજ્ઞાનરૂપ હોવાથી તે ક્ષાયોપથમિક ભાવમાં સમવતરિત થાય છે.
ઉપકમના ત્રીજા ભેદ પ્રમાણના ચાર પ્રકારમાંથી સામાયિક ભાવપ્રમાણમાં સમવતરિત થાય છે. ભાવપ્રમાણના ગુણ, નય અને સંખ્યા આ ત્રણ પ્રકારમાંથી સામાયિક ગુણપ્રમાણમાં અને સંખ્યા પ્રમાણમાં સમવતરિત થાય છે. કેટલાક આચાર્ય નય પ્રમાણમાં પણ સામાયિકને સમવતરિત કરે છે.
ગુણપ્રમાણમાં જીવગુણ પ્રમાણમાં સામાયિક સમવતરિત થાય છે, અજીવગુણ પ્રમાણમાં નહીં. સામાયિક જીવના ઉપયોગ રૂપ છે, તેથી જીવણ પ્રમાણમાં સમાવિષ્ટ છે. જીવગુણ પ્રમાણમાં જ્ઞાનદર્શન,ચારિત્ર આ ત્રણ ભેદ છે. સામાયિક આ ત્રણેમાં સમવતરિત થાય છે. દેશવિરતિ–સર્વવિરતિ બંને સામાયિક ચારિત્ર સ્વરૂપ પણ છે તેથી ચારિત્ર પ્રમાણમાં પણ સમવતરિત થાય છે. સમ્યક સામાયિક દર્શન પ્રમાણમાં સમવતરિત થાય છે. સામાયિક જ્ઞાનરૂપ હોવાથી જ્ઞાનગુણ પ્રમાણમાં સમવતરિત છે.
જ્ઞાનપ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાનના ભેદથી ચાર પ્રકારનું છે. સામાયિક આપ્ત ઉપદેશરૂપ છે, તેથી તે આગમ પ્રમાણમાં અંતભાવિત થાય છે. આગમ લૌકિક અને લોકોત્તર બે પ્રકારના છે. તીર્થકર પ્રણીત હોવાથી સામાયિકનો લોકોત્તર આગમમાં સમવતાર થાય છે.
લોકોત્તર આગમના આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમ ત્રણ પ્રકાર છે, આ ત્રણે પ્રકારમાં સામાયિક સમાવિષ્ટ થાય છે.
સંખ્યા પ્રમાણના આઠ ભેદમાંથી સામાયિક પરિમાણ' નામના પાંચમાં ભેદમાં સમાવિષ્ટ થાય છે.
ઉપકમના ચોથા ભેદરૂ૫ વક્તવ્યતા બે પ્રકારની છે–સ્વસમય અને તદુભય વક્તવ્યતા. તે બેમાંથી સામાયિક સ્વસમયવક્તવ્યતામાં સમાવિષ્ટ થાય છે. આ રીતે સામાયિકનો સમવતાર સમજવો. અહીં સમવતાર વર્ણનની પૂર્ણતા સાથે અનુયોગના પ્રથમ કાર ઉપક્રમ અધિકારની વક્તવ્યતા પૂર્ણ થાય છે.
II પ્રકરણ-૩૩