________________
[૫૦૬]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
માટે અનુપલબ્ધિ રૂપ જે હેતુ આપ્યો તે અસિદ્ધ છે. આ રીતે પરસમય અહેતુરૂપ છે. (૩) અસદ્અર્થ - પરસમય અસત્ છે. તેઓ અસભૂત અર્થનું પ્રતિપાદન કરે છે. પરસમય આત્માને ક્ષણભંગર માને છે. તે અસલૂપ છે. આત્માક્ષણિક જ છે, નાશના જ સ્વભાવવાળો છે, તો ધર્મનો ઉપદેશ આપવો, સત્કાર્યો કરવા વગેરે લોકવ્યવહાર શા માટે ? જો આત્મા ક્ષણભંગુર જ હોય તો પરલોકમાં કોણ જાય? માટે આત્માને ક્ષણિક કહેવો તે અસદુ માન્યતા છે. અસતુરૂપ છે. આ રીતે પર સમય અસભૂતને સ્વીકારે છે.
(૪) અકિય :- પરસમયવાળા એકાન્ત શૂન્યતાનું પ્રતિપાદન કરે છે. તેથી તેમના મતમાં કોઈપણ પ્રકારની ક્રિયા સંભવિત નથી, કર્તા પણ નથી. કર્તા–ક્રિયા બધું જ શૂન્ય માનવું પડશે. જો એમ ન માને તો સર્વ શૂન્યતાનો સિદ્ધાન્ત રહેશે નહીં. આ શુન્યવાદી પરસમય નિષ્ક્રિય છે. (૫) ઉન્માર્ગ:- પરસમય ઉન્માર્ગગામી છે અર્થાતુ તેઓ પરસ્પર વિરુદ્ધ વચનવાળા માર્ગે ચાલનાર છે. પરસમય ક્યારેક એમ કહે કે કોઈ પણ પ્રાણીઓની હિંસા કરવી ન જોઈએ. બધા જ પ્રાણીઓને પોતાના આત્મા જેવા માનવા જોઈએ. આવા કથન સાથે તેઓ એમ પણ કહે છે કે અશ્વમેઘ વગેરે યજ્ઞમાં પશુઓનો બલિ આપવો જોઈએ. આ રીતે હિંસા વગેરેનું પ્રતિપાદન હોવાથી અને પૂર્વાપરના કથનમાં વિરોધ હોવાથી તે ઉન્માર્ગે લઈ જાય છે. () અનુપદેશ - પરસમય અનુપદેશ-કુત્સિત ઉપદેશરૂપ છે. ઉપદેશ તો વ્યક્તિને હિતરૂપ પ્રવૃત્તિમાં જોડે અને અહિતરૂપ પ્રવૃત્તિથી છોડાવે છે. જ્યારે આ પરસમયવાદીઓના ક્ષણિકવાદરૂપ સિદ્ધાંત અહિતમાં પ્રવૃત્તિ કરાવે છે. બધુ ક્ષણિક છે. આત્મા પણ ક્ષણિક છે. તો જે પાપકર્મ કર્યું છે, તેવો આત્મા ક્ષણમાં નાશ પામી જવાના કારણે નરક વગેરે ગતિમાં જઈ પાપકર્મનું ફળ-દુઃખ વગેરે ભોગવી શકશે નહીં. નરકગતિમાં જાય તેટલો સમય તે આત્મા ટકશે નહીં. તો પછી આ કરવું, આ ન કરવું એવું શા માટે રાખવું? ફળનો ડર ન રહેવાથી જીવ અહિતમાં પણ પ્રવૃત થશે, માટે પરસમયનો ઉપદેશ હિતકારી નથી.
આ રીતે પરસમય અનર્થ, અહેતુ વગેરે રૂપ હોવાથી મિથ્યાદર્શન રૂપ છે. તેથી જ શબ્દાદિ ત્રણે નયો પરસમયવક્તવ્યતાને સ્વીકારતા નથી. આ રીતે 'વક્તવ્યતા' નામક ચોથા ઉપક્રમ દ્વારનું વર્ણન પૂર્ણ થયું.
૧ પ્રકરણ-૩૧