________________
પ્રકરણ ૩૧/વક્તવ્યતા
Чоч
परसमयवत्तव्वया णत्थि ससमयपरसमयवत्तव्वया । से तं वत्तव्वया ।
શબ્દાર્થ :-નન્હા - કારણ કે, સમદ્= પરસમય, અળદું = અનર્થ, હે = અહેતુ, મસમાવે અસદ્ભાવ, અરિયા - અક્રિય, મને - ઉન્માર્ગ, અણુવત્ત્ત - અનુપદેશ અને, मिच्छादंसणमिति कट्टु = મિથ્યા દર્શન રૂપ છે, તે કારણે.
=
ભાવાર્થ :- શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય, આ ત્રણે નય એક–સ્વસમય વક્તવ્યતાને જ માન્ય કરે છે. તેઓના મતે પરસમય વક્તવ્યતા નથી, કારણકે પરસમય વક્તવ્યતા અનર્થ, અહેતુ, અસદ્ભાવ, અક્રિય, ઉન્માર્ગ, અનુપદેશ અને મિથ્યાદર્શનરૂપ છે, તેથી પરસમયવક્તવ્યતા તેઓને માન્ય નથી. તે જ રીતે સ્વસમય-પરસમય ઉભયરૂપ વક્તવ્યતા પણ સ્વીકારણીય નથી. આ રીતે વક્તવ્યતાનું સ્વરૂપ પૂર્ણ થયું.
વિવેચન :
નયદષ્ટિઓ લોકવ્યવહારથી લઈ વસ્તુના પોતાના સ્વરૂપ સુધીનો વિચાર કરે છે. પૂર્વના નયો સ્થૂલ દષ્ટિથી વિચાર કરે છે. ઉત્તરોત્તર પછીના નયો સૂક્ષ્મતાથી વિચાર કરે છે.
સાત નયમાંથી અનેક પ્રકારે વસ્તુનું પ્રતિપાદન કરનાર નૈગમનય, સર્વ અર્થનો સંગ્રાહક સંગ્રહનય, લોકવ્યવહાર પ્રમાણે વ્યવહાર કરવામાં તત્પર વ્યવહારનય, આ ત્રણે નયની માન્યતા છે કે લોકમાં એવી પરંપરા, રૂઢી છે તેથી સ્વ, પર, ઉભય સમયરૂપ વક્તવ્યતાનો સ્વીકાર કરવો જોઈએ. ઋજુસૂત્ર નય પૂર્વનય કરતાં વિશુદ્ધ છે. તેના મતે ઉભયરૂપ વક્તવ્યતાનો સ્વસમય, પરસમય, આ બે વક્તવ્યતામાં સમાવેશ થઈ જાય છે માટે બે જ વક્તવ્યતા છે. ઉભયરૂપ વક્તવ્યતા તે ૠજુસૂત્રનયને માન્ય નથી.
શબ્દાદિ ત્રણે નય એકમાત્ર સ્વસમયવક્તાવ્યતાનો સ્વીકાર કરે છે. તેઓના મતે પરસમયવક્તવ્યતા અનર્થ, અહેતુ વગેરે મિથ્યાદર્શનરૂપ છે માટે અસ્વીકારણીય છે. સ્વમત જ હિતકારી, કલ્યાણકારી, આદરણીય છે, માટે તે એક જ સ્વીકારણીય છે.
(૧) અનર્થકારી :– પરસમય અનર્થરૂપ છે. જેમ કે પરસમય 'નસ્યેવાત્મા' 'આત્મા નથી' વગેરે અનર્થનું પ્રતિપાદન કરે છે. તેથી તે અનર્થરૂપ છે. જો આત્માનો જ અભાવ છે તો તેનો પ્રતિષધ કોણ કરે ? જે આ વિચાર કરે છે કે 'હું નથી' તે જ જીવ–આત્મા છે. જીવ સિવાયના અન્ય જડ પદાર્થમાં સંશય પણ નથી. આ રીતે અનર્થતા–વિસંગતિઓ, વિસંવાદિતાઓ પરસમયમાં છે માટે તે અનર્થરૂપ છે.
(૨) અહેતુ :– પરસમય અહેતુરૂપ પણ છે. 'નાત્યેવાત્મા અત્યન્તાનુપલળ્યેઃ' આત્મા નથી કારણ કે તેની અત્યન્ત અનુપલબ્ધિ છે. આ અનુમાન પ્રયોગમાં આત્મા નથી, તે વાત સિદ્ધ કરવા જે અનુપલબ્ધિ કારણ હેતુ આપ્યો છે, તે હેતુ હેત્વાભાસ છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ થાય છે. જેમ ઘડાના રૂપ—વર્ણ વગેરે ગુણો ઉપલબ્ધ હોવાથી, ઘટની સત્તા સ્વીકારવામાં આવે છે; તેમ આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપલબ્ધ છે માટે તેની સત્તા પણ સ્વીકારવી જોઈએ. અહીં આત્માના ગુણો ઉપલબ્ધ છે