________________
૫૦૪ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
આ દર્શન-સિદ્ધાન્તને સ્વીકારે, ધારણ, ગ્રહણ કરે તો સર્વ દુઃખોથી મુક્ત થઈ જાય છે.
આ કથનમાં ઉભયમુખી વૃત્તિ હોવાથી જૈન, બૌદ્ધ, સાંખ્ય કોઈપણ દર્શનવાળા માટે તે અર્થ પોતાના મતાનુરૂપ થાય છે. તેથી પોતા માટે સ્વસમય વક્તવ્યતારૂપ અને અન્ય માટે પરસમયવક્તવ્યતા રૂપ થાય, માટે તેને સ્વસમય-પરસમયવક્તવ્યતા રૂપ સમજવું. વક્તવ્યતા વિષયક નચદષ્ટિઓ :| ५ इयाणिं को णओ कं वत्तव्वयमिच्छइ ?
तत्थ णेगम-संगह-ववहारा तिविहं वत्तव्वयं इच्छंति,तं जहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं ससमयपरसमयवत्तव्वयं । શબ્દાર્થ - ળ = આ ત્રણ વક્તવ્યતામાંથી, = કયો નય, વત્તથ્વયમ્ = કઈ વક્તવ્યતાને, છતિ = ઈચ્છે છે–માન્ય કરે છે?
ભાવાર્થ :- પ્રશ્ન- આ ત્રણ પ્રકારની વક્તવ્યતાઓમાંથી કયો નય કઈ વક્તવ્યતાને સ્વીકારે છે?
ઉત્તર- નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય આ ત્રણે નય, ત્રણ પ્રકારની વક્તવ્યતાને સ્વીકારે છે. યથા– (૧) સ્વસમય વક્તવ્યતા (૨) પરસમય વક્તવ્યતા (૩) ઉભય વક્તવ્યતા. | ६ उज्जुसुओ दुविहं वत्तव्वयं इच्छइ, तंजहा- ससमयवत्तव्वयं परसमयवत्तव्वयं तत्थ णं जा सा ससमयवत्तव्वया सा ससमय पविट्ठा, जा सा परसमयवत्तव्वया सा परसमय पविट्ठा, तम्हा दुविहा वत्तव्वया, णत्थि तिविहा वत्तव्वया । શબ્દાર્થ :-સમય = સ્વસમયમાં, વ = સમાવિષ્ટ થશે, અંતર્ભત થશે, પરલમયં વદ્દા = પરસમયમાં અંતર્ભત થશે. ભાવાર્થ :- ઋજુસૂત્રનય સ્વસમયવક્તવ્યતા અને પરસમય વક્તવ્યતા, આ બે વક્તવ્યતાને સ્વીકારે છે. તેઓના મતે 'સ્વસમય-પરસમય ઉભયરૂપ આ ત્રીજી વક્તવ્યતા સ્વીકારણીય નથી. આ ત્રીજી વક્તવ્યતામાં જે સ્વસમયરૂપ અંશ છે, તે પ્રથમ ભેદ સ્વસમયમાં સમાવિષ્ટ થઈ જશે અને ત્રીજી વક્તવ્યતાનો 'પરસમય' રૂ૫ અંશ બીજા ભેદ 'પરસમય વક્તવ્યતા'માં સમાવિષ્ટ થઈ જશે, માટે વક્તવ્યતાના બે જ પ્રકાર સ્વીકારવા જોઈએ. ત્રિવિધ વક્તવ્યતા નથી. | ७ तिण्णि सद्दणया [एगं] ससमयवत्तव्वयं इच्छंति, णत्थि परसमयवत्तव्वयं। कम्हा? जम्हा परसमए अणढे अहेऊ असब्भावे अकिरिया उम्मग्गे अणुवए से मिच्छादसणमिति कटु, तम्हा सव्वा ससमयवत्तव्वया, णत्थि