________________
પ્રકરણ ૩૧/વક્તવ્યતા
છે.
૫૦૩.
વિવેચન :
જેમાં સ્વમત નહીં પરંતુ પરમત–પર સિદ્ધાન્તની વ્યાખ્યા કરવામાં આવે તે પરસમયવક્તવ્યતા છે. જેમ કે સૂત્રકૃતાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં લોકાયતિકોનો સિદ્ધાન્ત સ્પષ્ટ કર્યો છે.
संति पञ्चमहब्भूया, इहमेगेसिं आहिया । पुढवी आउ तेउ य, वाउ आगास पंचमा ॥ एए पंचमहब्भूया, तेब्भो एगोत्ति आहिया ।
अह तेसिं विणासेणं, विणासो होइ देहिणो । નાસ્તિકોના મતે સર્વલોક વ્યાપી પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, તે પાંચ મહાભૂત કહેવાય છે. આ પાંચ મહાભૂતોથી જીવ અભિન્ન છે. જ્યારે આ પાંચ મહાભૂત શરીરાકાર પરિણત થાય ત્યારે જીવનામક પદાર્થ ઉત્પન્ન થાય છે. તે પાંચ મહાભૂત છૂટા પડી જાય ત્યારે જીવનો નાશ થાય છે.
આ મત જૈન દર્શનનો નથી તે લોકાયતિકનો મત હોવાથી પરસિદ્ધાન્ત છે. આ રીતે જે વક્તવ્યતામાં પરસિદ્ધાન્તની પ્રરૂપણા કરવામાં આવે તે પરસમય વક્તવ્યતા કહેવાય છે.
સ્વસમય-પરસમય વક્તવ્યતા :| ४ से किं तं ससमयपरसमयवत्तव्वया ?
ससमयपरसमयवत्तव्वया जत्थ णं ससमए परसमए आघविज्जइ जाव उवदसिज्जइ । से तं ससमयपरसमयवत्तव्वया ।
ભાવાર્થ :- પ્રશ્ન- સ્વસમય-પરસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- જે વક્તવ્યતામાં સ્વસમય-પરસમય બંનેનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન ઉપદર્શન કરવામાં આવે તેને સ્વસમય-પરસમય વક્તવ્યતા કહે છે. વિવેચન :
જે કથન સ્વસમય અને પરસમય ઉભયરૂપે હોય તે સ્વસમય-પરસમય વક્તવ્યતા કહેવાય છે. જેમ કે
आगारमावसंता वा, आरण्णा वावि पव्वया ।
इमं दरिसणमावण्णा, सव्वदुक्खा विमुच्चइ ॥ જે વ્યક્તિ આગાર—ઘરમાં રહેનાર ગૃહસ્થ હોય, અરણ્યવાસી હોય કે પ્રવ્રજિત(શાક્યાદિ હોય),