________________
૫૦૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ઉત્તર– વિરોધ ન આવે તે રીતે સ્વસિદ્ધાન્તનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન, ઉપદર્શન કરવામાં આવે, તેને સ્વસમયવક્તવ્યતા કહેવામાં આવે છે.
વિવેચન :
પૂર્વાપર–પહેલાના અને પછીના કથનમાં વિરોધ ન આવે તે રીતે, પોતાના સિદ્ધાન્ત-માન્યતાથી અવિરોધી એવી ક્રમબદ્ધ વ્યાખ્યા કરવામાં આવે તે સ્વસમય વક્તવ્યતા છે. આવિઝ3 થી ૩ સિરૂ સુધીના શબ્દો સમાનાર્થક લાગે છે પરંતુ શબ્દભેદથી અર્થભેદ (વિશેષાર્થ) થઈ જાય. તેથી તે સર્વનું ભિન્ન-ભિન્ન કથન કર્યું છે. તે આ પ્રમાણે છે– આયવિ૬ :- સામાન્ય રૂપથી કથન કરવું કે વ્યાખ્યા કરવી. જેમ કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાય દ્રવ્ય છે. ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ, આ બહુપ્રદેશી પાંચે દ્રવ્ય ત્રિકાલ અવસ્થાયી છે. પવિત્ત :- અધિકૃત વિષયની પૃથક–પૃથફ લાક્ષણિક વ્યાખ્યા કરવી. જેમ કે જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક બને તે ધર્માસ્તિકાય કહેવાય છે, વગેરે.
પલ્લવિઝ = અધિકૃત વિષયની વિસ્તૃત પ્રરૂપણા કરવી. જેમ ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ છે. તે લોક વ્યાપી એક દ્રવ્ય છે, વગેરે. વંલિઝ:- દષ્ટાંત દ્વારા સિદ્ધાન્તને સ્પષ્ટ કરવો. જેમ કે ધર્માસ્તિકાયનો ચલન સહાયણ છે, પાણીમાં માછલીનું દષ્ટાંત. વિMિE :- દષ્ટાંત દ્વારા સિદ્ધ સિદ્ધાંતને દોહરાવવો તે ઉપનય અને તેના દ્વારા અધિકૃત વિષયનું સ્વરૂપ નિરૂપણ કરવું. જેમ માછલીના તરવામાં પાણી સહાયક છે તેમ ધર્મદ્રવ્ય પણ જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક થાય છે.
૩વલંMિ૬ - સમસ્ત કથનનો ઉપસંહાર કરી, પોતાના સિદ્ધાન્તનું સ્થાપન કરવું. જેમ કે આ પ્રકારના સ્વરૂપવાળા દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે.
પરસમય વક્તવ્યતા :| ३ से किं तं परसमयवत्तव्वया ? परसमयवत्तव्वया- जत्थ णं परसमए आघविज्जइ जाव उवदसिज्जइ । से तं परसमयवत्तव्वया । ભાવાર્થ :- પ્રશ્ન- પરસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- જે વક્તવ્યતામાં પરસમય-અન્યમતના સિદ્ધાન્તનું કથન કરવામાં આવે. થાવત્ ઉપદર્શન કરવામાં આવે, તે પરસમય વક્તવ્યતા કહેવાય છે.