SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૧/વક્તવ્યતા છે. ૫૦૧ | એકત્રીસમું પ્રકરણ ઉપક્રમનો ચોથો ભેદ – વક્તવ્યતા વક્તવ્યતાના ભેદ :| १ से किं तं वत्तव्वया ? वत्तव्वया तिविहा पण्णत्ता, तं जहाससमयवत्तव्वया परसमयवत्तव्वया ससमयपरसमयवत्तव्वया । ભાવાર્થ :- પ્રશ્ન- વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે? ઉત્તર– વક્તવ્યતાના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) સ્વસમયવક્તવ્યતા, (૨) પરસમયવક્તવ્યતા (૩) સ્વસમય–પર સમય વક્તવ્યતા. વિવેચન : અધ્યયનાવિન્યુ પ્રત્યવયવ યથાસંભવ પ્રસિનિયતાઈથને વતાવ્યા = અધ્યયનાદિ પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ પ્રતિનિયત વિવેચન કરવું તે વક્તવ્યતા કહેવાય છે. આ સૂત્રમાં પ્રયુક્ત સમય શબ્દનો પ્રાસંગિક અર્થ સિદ્ધાન્ત કે મત થાય છે. સ્વ–પોતાના સિદ્ધાન્તનું પ્રસ્તુતીકરણ અર્થાત્ સ્વસિદ્ધાન્તનું કથન તે સ્વસમયવક્તવ્યતા છે, પર–અન્યના સિદ્ધાન્તનું નિરૂપણ તે પર સમય વક્તવ્યતા અને પોતાના અને અન્યના–બંનેના સિદ્ધાન્તોનું વિવેચન કરવું, તે સ્વ-પર સમય વક્તવ્યતા કહેવાય છે. વસમય વક્તવ્યતા :| २ से किं तं ससमयवत्तव्वया ? ससमयवत्तव्वया - जत्थ णं ससमए आघविज्जइ पण्णविज्जइ परूविज्जइ दंसिज्जइ णिदंसिज्जइ उवदंसिज्जइ । से तं ससमय- वत्तव्वया । શબ્દાર્થ :-કલ્થ = જેમાં–જ્યાં, સલમા = સ્વસમયનું, આયવિદ્દ = કથન, પUવિશ્વફ = પ્રજ્ઞાપન, પવિશ્વ = પ્રરૂપણા, વસિષ = દર્શન, વિલિન્ન = નિદર્શન, યવસિઝ - ઉપદર્શન કરવામાં આવે છે તે, સલમયેવરયા = સ્વ સમય વક્તવ્યતા છે. ભાવાર્થ :- પ્રશ્ન- સ્વસમય વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે?
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy