________________
'પ્રકરણ ૩o/અનંત સુધીની ગણના
.
૪૯૭
યુક્તાનંત નિરૂપણ :१५ जहण्णयं जुत्ताणतयं केत्तियं होइ ?
जहण्णयं परित्ताणतयं जहण्णपरित्ताणतयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं जुत्ताणतयं होइ, अहवा उक्कोसए परित्ताणतए रूवं पक्खित्तं जहण्णयं जुत्ताणंतयं होइ, अभवसिद्धिया वि तेत्तिया चेव, तेण परं अजहण्ण मणुक्कोसयाइं ठाणाइं जाव उक्कोसयं जुत्ताणंतयं ण पावइ ति । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય પરિત્તાનંત રાશિને તે જ જઘન્ય પરિત્તાનંતરાશિ સાથે તેટલી જ વાર (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તાનંત છે અથવા ઉત્કૃષ્ટ પરિત્તાતંતમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાનંત બને છે. અભવસિદ્ધિક જીવો જઘન્યયુક્તાનંત રાશિ તુલ્ય હોય છે. જઘન્ય યુક્તાનંત અને ઉત્કૃષ્ટ યુક્તાનંતની વચ્ચે સર્વ સંખ્યા મધ્યમ યુક્તાનંત છે. १६ उक्कोसयं जुत्ताणतयं केत्तियं होइ ?
जहण्णएणं जुत्ताणतएणं अभवसिद्धिया गुणिता अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं जुत्ताणतयं होइ, अहवा जहण्णयं अणंताणतयं रूवूणं उक्कोसयं जुत्ताणतय होइ । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે?
- ઉત્તર- જઘન્ય યુક્તાનંત રાશિ સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસરૂપે (તેટલી જ વાર) ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક બાદ કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તાનંત કહેવાય છે. વિવેચન :
આ બે સૂત્રમાં યુક્તાનંતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ ભેદોનું સ્વરૂપ દર્શાવ્યું છે. સૂત્ર–ભાવ સુગમ છે. આગમમાં અભવ્ય જીવોને અનંત કહ્યા છે. તે અભવ્યોનું નિશ્ચિત પ્રમાણ જઘન્ય યુક્તાનંત રાશિ જેટલું છે. અનંતાનંત નિરૂપણ :१७ जहण्णयं अणताणतयं केत्तियं होइ ?