________________
૪૯૬ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
ત્રણ વાર વર્ગ કરવાથી જઘન્ય પરીતાનંત થાય. તેમાંથી એક બાદ કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતની રાશિ પ્રાપ્ત થાય છે. આ પ્રરૂપણા ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આગમમાં તેનો સંકેત નથી. પરિતાનંત નિરૂપણ :१३ जहण्णयं परित्ताणतयं केत्तियं होइ ? __जहण्णयं परित्ताणतयं जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयअसंखेज्जा- संखेजयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं परित्ताणंतयं होइ, अहवा उक्कोसए असंखेज्जासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं परित्ताणंतयं होइ । तेण परं अजहण्णमणुक्कोसयाइं ठाणाई जाव उक्कोसयं परित्ताणतयं ण पावइ । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય પરીતાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિને તે જ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય પરીક્તાનંત કહેવાય છે. જઘન્ય પરિત્તાનંત પછી ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધી મધ્યમ પરિત્તાનંતના સ્થાન છે. |१४ उक्कोसयं परित्ताणतयं केत्तियं होइ ? __जहण्णयं परित्ताणतयं जहण्णयपरित्ताणतयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं परित्ताणतयं होइ, अहवा जहण्णय जुत्ताणतयं रूवूणं उक्कोसयं परित्ताणतयं होइ । ભાવાર્થ - પ્રશ્ન- ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર– જઘન્ય પરિત્તાનંતની રાશિને તે જ જઘન્ય પરિત્તાનંત રાશિ સાથે (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ થાય છે અથવા જઘન્ય યુક્તાનંતની સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તાનંતની સંખ્યા બને છે. વિવેચન :
આ બે સૂત્રોમાં અનંત સંખ્યાના પ્રથમ ભેદ પરિત્તાનંતના જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદનું વર્ણન કર્યું છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય પરિત્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અને જઘન્ય પરિત્તાનંતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે. તે જઘન્ય યુક્તાનંત રાશિમાંથી એક બાદ કરતાં નિષ્પન્ન રાશિ પ્રમાણ ઉત્કૃષ્ટ પરિત્તાનંત સંખ્યા જાણવી.