________________
[ ૪૯૮ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जहण्णएणं जुत्ताणंतएणं अभवसिद्धिया गुणिया अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं अणंताणतयं होइ, अहवा उक्कोसए जुत्ताणतए रूवं पक्खित्तं जहण्णयं अणंताणतयं होइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई । से तं गणणा संखा। ભાવાર્થ :- પ્રશ્ન– જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તાનંત સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસ રૂપે ગુણિત કરતા પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુક્તાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્ય અનંતાનંત પછી મધ્યમ અનંતાનંતના સ્થાન છે. તત્પશ્ચાત્ ઉત્કૃષ્ટ અનંતાનંત રાશિ નથી. આ રીતે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું. વિવેચન :
આ સૂત્રમાં અનંતાનંતના જઘન્ય અને મધ્યમ, આ બે ભેદનું વર્ણન છે. ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા ઉપયોગમાં ન હોવાથી સૂત્રકારે તેનું નિરૂપણ કર્યું નથી. કર્મગ્રંથ વગેરેમાં આચાર્યોએ ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યાનું નિરૂપણ આ પ્રમાણે કર્યું છે.
જઘન્ય અનંતાનંતનો ત્રણવાર વર્ગ કરી તેમાં નિમ્નોક્ત છ અનંત ઉમેરવા, તે છ અનંત' ગાથા દ્વારા બતાવે છે.
सिद्धा णिगोयजीवा, वणस्सई काल पुग्गला चेव ।
सव्वमलोगागासं, छप्पेतेऽणंतपक्खेवा ॥ (૧) સિદ્ધજીવ, (૨) નિગોદના જીવ, (૩) વનસ્પતિકાયિક, (૪) ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય ત્રણે કાળના સમય, (૫) સર્વ પુગલ દ્રવ્ય, (૬) લોકાકાશ અને અલોકાકાશના પ્રદેશો, આ છ અનંત રાશિ તેમાં ઉમેરી પુનઃ તે રાશિનો ત્રણ વાર વર્ગ કરવો અને તેમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન, આ કેવળ દ્વિકના અનંત પર્યાયો ઉમેરવાથી (mય પદાર્થ અનંત હોવાથી કેવળદ્ધિકના પર્યાય અનંત છે.) ઉત્કૃષ્ટ અનંતાઅનંતની સંખ્યા પ્રાપ્ત થાય છે. આ ઉત્કૃષ્ટ અનંતાનંતનું પરિમાણ બોધ માટે છે. ઉત્કૃષ્ટ અનંતાનંત પ્રમાણ કોઈપણ વસ્તુ આ લોકમાં નથી. તેનો ઉપયોગ ન હોવાથી આગમકારોએ તેને ગ્રાહ્ય માનેલ નથી.
આ રીતે ગણના સંખ્યામાં ઉપમા સંખ્યાના ૨૦ ભેદ થાય છે. જેમાં સંખ્યાતના ત્રણ, અસંખ્યાતના ૯, અને અનંતના ૮ ભેદોની વક્તવ્યતા પૂર્ણ થઈ.
ભાવસંખ્યા નિરૂપણ :|१८ से किं तं भावसंखा ? भावसंखा जे इमे जीवा संखगइणाम-गोत्ताई