________________
'પ્રકરણ ૩o/અનંત સુધીની ગણના
.
[ ૪૯૩ ]
કહેવાશે. અભ્યાસ કરવાની રીત :- જે સંખ્યાનો અભ્યાસ કરવો હોય તે સંખ્યાને(આંકને) તેટલી વાર સ્થાપિત કરી પરસ્પર ગુણા કરવાથી જે રાશિ આવે તે તે સંખ્યાનો અભ્યાસ કહેવાય. દા.ત. પાંચનો અભ્યાસ કરવાનો હોય તો ૫ ને પાંચ વાર સ્થાપિત કરી, પહેલા, બીજા આંકને ગુણવાથી જે ગુણન ફલ આવે તેને ત્રીજા અંક સાથે ગુણાકાર કરી તેના ગુણનફલને ચોથા અંક સાથે ગુણી, તે ગુણનફળને પાંચમા અંક સાથે ગુણવાથી જે ગુણનફલ આવે તે અભ્યાસ રાશિ કહેવાય છે. ૫૪૫૪૫૪૫૮૫ અહીં પ૪૫ = ૨૫૮૫ = ૧૨૫૪૫ = ડરપ૪૫ = ૩૧૨૫. આ ૩૧૨૫ પાંચ સંખ્યાની અભ્યાસ રાશિ છે.
જઘન્ય પરિzઅસંખ્યાતની અભ્યાસ રાશિ આવે તે જઘન્ય યુક્તઅસંખ્યાત છે અને તેમાંથી એક ન્યૂન રાશિ ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત રાશિ કહેવાય છે. જઘન્ય પરિરઅસંખ્યાત અને ઉત્કૃષ્ટ પરિરઅસંખ્યાત વચ્ચેની સર્વરાશિ મધ્યમ પરિત્તઅસંખ્યાત કહેવાય છે.
યુક્ત અસંખ્યાત નિરૂપણ - | ९ जहण्णयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णयं जुत्तासंखेज्जयं- जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णयं जुत्तासंखेज्जयं हवइ, अहवा उक्कोसए परित्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं जुत्तासंखेज्जयं होइ, आवलिया वि तत्तिया चेव, तेणं परं अजहण्णमणुक्कोसयाइं ठाणाई जाव उक्कोसयं जुत्तासंखेज्जयं ण पावइ ।। ભાવાર્થ - પ્રશ્ન- જઘન્ય યુક્ત અસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય પરિરઅસંખ્યાત રાશિનો જઘન્ય પરિરઅસંખ્યાત રાશિનો પરસ્પર અભ્યાસ કરવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તઅસંખ્યાત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ પરિત્તસંખ્યાતમાં એક ઉમેરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય યુક્તઅસંખ્યાત કહેવાય છે. જઘન્ય યુક્તઅસંખ્યાત તુલ્ય પ્રમાણ– વાળી એક આવલિકા હોય છે. જઘન્ય યુક્તઅસંખ્યાતથી આગળ ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત પર્વતની રાશિઓ મધ્યમ યુક્તઅસંખ્યાત કહેવાય છે. १० उक्कोसयं जुत्तासंखेज्जयं केत्तियं होइ ?
उक्कोसेणं जुत्तासंखेज्जयं- जहण्णएणं जुत्तासंखेज्जएणं आवलिया गुणिया अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं जुत्तासंखेज्जयं होइ, अहवा जहण्णयं असंखेज्जासंखेज्जयं रूवणं उक्कोसेणं जुत्तासंखेज्जयं होइ ।