________________
૪૯૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિને આવલિકાથી અર્થાત્ જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિના અભ્યાસથી પ્રાપ્ત રાશિમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત કહેવાય અથવા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત રાશિમાંથી એક ન્યૂન કરતાં ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત થાય છે.
વિવેચન :
જઘન્ય પરિરઅસંખ્યાત રાશિના અભ્યાસ રાશિ તુલ્ય જઘન્ય યુક્તઅસંખ્યાત છે. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત થાય. જઘન્ય યુક્તઅસંખ્યાતની રાશિના અભ્યાસ રાશિતુલ્ય જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય. તેમાંથી એક ઓછું કરતાં ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાત થાય છે. જઘન્ય યુક્ત અસંખ્યાતની રાશિતુલ્ય એક આવલિકાના સમય છે. તેથી જ સૂત્રકારે જઘન્ય યુક્તઅસંખ્યાતથી આવલિકાને ગુણવાનું કથન કર્યું છે. આશય એ છે કે જઘન્ય યુક્તઅસંખ્યાતને જઘન્ય યુક્તઅસંખ્યાતથી અભ્યાસ રૂ૫ ગુણતા જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. અસંખ્યાતઅસંખ્યાત નિરૂપણ - ११ जहण्णयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णएणं जुत्तासंखेज्जएणं आवलिया गुणिया अण्णमण्णब्भासो पडिपुण्णो जहण्णय असंखेज्जासंखेज्जय होइ, अहवा उक्कोसए जुत्तासंखेज्जए रूवं पक्खित्तं जहण्णयं असंखेज्जासंखेज्जयं होइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाई जाव उक्कोसयं असंखेज्जासंखेज्जयं ण पावइ । ભાવાર્થ :- પ્રશ્ન- જઘન્ય અસંખ્યાતઅસંખ્યાતનું પ્રમાણ કેટલું છે?
ઉત્તર- જઘન્ય યુક્તઅસંખ્યાત રાશિને આવલિકાના સમયથી અભ્યાસ રૂપે પરસ્પરગુણાકાર કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ તે જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત છે અથવા ઉત્કૃષ્ટ યુક્તઅસંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય અસંખ્યાતઅસંખ્યાત થાય છે. જઘન્યથી આગળ ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધીના મધ્યમ સ્થાન જાણવા. १२ उक्कोसयं असंखेज्जासंखेज्जयं केत्तियं होइ ?
जहण्णयं असंखेज्जासंखेज्जयं जहण्णयअसंखेज्जासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ, अहवा जहण्णयं परित्ताणतयं रूवूणं उक्कोसयं असंखेज्जासंखेज्जयं होइ ।