________________
[ ૪૯૨ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
છે. કર્મગ્રંથ અનુસાર એક ઓછો કરતાં ઉત્કૃષ્ટ સંખ્યા થાય છે.] ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યામાંથી એક ઓછો કરતાં ઉચ્ચતમ મધ્યમ સંખ્યાત સંખ્યા પ્રાપ્ત થાય છે.
પરિત અસંખ્યાત નિરૂપણ :| ७ | एवामेव उक्कोसए संखेज्जए रूवं पक्खित्तं जहण्णयं परित्तासंखेज्जयं भवइ, तेण परं अजहण्णमणुक्कोसयाई ठाणाइं जाव उक्कोसयं परित्तासंखेज्जयं ण पावइ । શબ્દાર્થ –પવાવ = આ પ્રમાણે, ૩ોલ સંજાણ = ઉત્કૃષ્ટ સંખ્યામાં, 4 = એક, પવિત્ત = પ્રક્ષેપ કરવાથી, ઉમેરવાથી, તે પરં તેનાથી પર, ત્યાર પછી, મનહvળનપુલિયા = મધ્યમ, કાળાડું = સ્થાન, વ = જ્યાં સુધી. ભાવાર્થ :- આ રીતે ઉત્કૃષ્ટ સંખ્યામાં એક ઉમેરવામાં આવે અને જે સંખ્યા પ્રાપ્ત થાય તે જઘન્ય પરિત્ત અસંખ્યાત કહેવાય છે. ત્યાં પછી ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત સ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યમ પરિત્ત અસંખ્યાતના સ્થાન છે. |८ उक्कोसयं परित्तासंखेज्जयं केत्तियं होइ ? ___ उक्कोसयं परित्तासंखेज्जयं- जहण्णयं परित्तासंखेज्जयं जहण्णयपरित्तासंखेज्जयमेत्ताणं रासीणं अण्णमण्णब्भासो रूवूणो उक्कोसयं परित्तासंखेज्जयं होइ, अहवा जहण्णयं जुत्तासंखेज्जयं रूवूणं उक्कोसयं परित्तासंखेज्जयं होइ । ભાવાર્થ :- પ્રશ્ન- ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાતનું પ્રમાણ શું છે?
ઉત્તર– જઘન્ય પરિરઅસંખ્યાત રાશિને જઘન્ય પરિzઅસંખ્યાત રાશિથી પરસ્પર અભ્યાસ કરી (પરસ્પર ગુણાકાર કરી) જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાતનું પ્રમાણ પ્રાપ્ત થાય છે અથવા એક ન્યૂન જઘન્ય યુક્તઅસંખ્યાત જ ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત છે.
વિવેચન :
આ બે સૂત્રમાં અસંખ્યાતના પ્રથમ ભેદ પરિરઅસંખ્યાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણે પ્રકારનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
ઉત્કૃષ્ટ સંખ્યાતમાં એક ઉમેરવાથી જઘન્ય પરિzઅસંખ્યાત રાશિ પ્રાપ્ત થાય છે. માની લઈએ કે ઉત્કૃષ્ટ સંખ્યાત ૧૦૦ છે, તો ૧૦૧ જઘન્ય પરિzઅસંખ્યાત કહેવાય. જઘન્ય પરિzઅસંખ્યાતનો અભ્યાસ કરવાથી જે રાશિ આવે, તેમાંથી એક ન્યૂન કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ પરિત્તઅસંખ્યાત