________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૯૧ ]
પલ્ય ખાલી થઈ જાય ત્યારે મૂળસ્થાનથી અંતિમ સરસવ જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય તે દ્વીપ કે સમુદ્ર સુધીનો લાંબો પહોળો ઉત્તર પલ્ય બનાવવો. તેની ઊંચાઈ મૂળ અનવસ્થિત જેટલી જ રાખવી તે અનવસ્થિતને સરસવોથી આમૂલશિખા ભરી પુનઃ જે દ્વીપ કે સમુદ્રમાં પ્રથમ અનવસ્થિતના સરસવ સમાપ્ત થયા હતાં ત્યાંથી આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખતાં નાખતાં તે પ્રથમ ઉત્તર અવસ્થિત ખાલી થાય ત્યારે તેની સૂચના રૂપે એક સરસવ શલાકા પલ્યમાં નાંખવો. મૂળસ્થાનથી લઈ પ્રથમ ઉત્તર અવસ્થિત પલ્યનો છેલ્લો સરસવ જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય તે ક્ષેત્ર જેટલો લાંબોપહોળો બીજો ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવવો. તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ–સમુદ્રમાં એક–એક સરસવ નાંખતાં તે ખાલી થાય તેના સાક્ષીરૂપે પુનઃ એક સરસવ શલાકામાં નાંખવો. આ પ્રમાણે ઉત્તરોત્તર નવા નવા ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવવા, સરસવોથી ભરવા અને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાંખી, ખાલી કરવા. પ્રત્યેક ઉત્તર અનવસ્થિત ખાલી થાય ત્યારે એક એક સરસવ સાક્ષીરૂપે શલાકામાં નાખવો. આ પ્રમાણે કરતાં જ્યારે શલાકા પલ્ય આમૂલશિખ ભરાય જાય ત્યારે ઉત્તર અનવસ્થિત પલ્ય બનાવી, તેને સરસવોથી ભરવો. આ સમયે ઉત્તર અનવસ્થિત સરસવથી પૂર્ણ છે. શલાકા પલ્ય પણ ભરાયેલ છે. પ્રતિશલાકા ખાલી છે.
હવે શલાકા પલ્યમાંથી એક એક સરસવ લઈ આગળના (ઉત્તર અનવસ્થિતનો છેલ્લો સરસવ જે દ્વીપસમુદ્રમાં પડ્યો છે, ત્યાંથી આગળના) દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખી, શલાકા પલ્યને ખાલી કરવો અને તે ખાલી થાય તેના સાક્ષીરૂપે એક સરસવ પ્રતિશલાકામાં નાંખવો. આ સમયે ઉતર અનવસ્થિત ભરેલ છે. શલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક સરસવ છે.
હવે અનવસ્થિત પલ્યમાંથી સરસવ લઈ તેને દ્વીપસમુદ્રોમાં એક સરસવ નાંખતાં ખાલી કરી એક સરસવ શલાકામાં નાખવો. પુનઃ નવો ઉત્તર અનવસ્થિત બનાવી સરસવથી ભરી ખાલી કરી, એક સરસવ શલાકામાં નાંખવો. આમ અનવસ્થિત ખાલી કરતાં સાક્ષીરૂપ સરસવથી શલાકા ભરવો. શલાકાને ખાલી કરતાં કરતાં સાક્ષીભૂત એક એક સરસવ નાંખતાં પ્રતિશલાકાને ભરવો. જ્યારે તે ભરાય જાય ત્યારે તેને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાખી ખાલી કરવો અને તે ખાલી થાય ત્યારે એક સરસવ મહાશલાકામાં નાખવો.
આ પ્રમાણે ઉત્તર અનવસ્થિત બનાવી તે ખાલી થાય ત્યારે એક એક સરસવ શલાકામાં નાંખી તે ભરવો, તેને ખાલી કરી પ્રતિસાક્ષી રૂપ એક એક સરસવથી પ્રતિશલાકા ભરવો અને તેને ખાલી કરતાં કરતાં સાક્ષીરૂપ એક એક સરસવથી મહાશલાકા ભરવો. મહાશલાકા આમૂલશિખ ભરાય જાય ત્યારે તેને તેમજ રહેવા દઈ, પ્રતિશલાકા ભરવો. તે ભરાય જાય ત્યારે તેને તેમજ રહેવા દઈ, શલાકા ભરી લેવો એ પૂર્ણ ભરાઈ જાય પછી અંતિમ ઉત્તર અનવસ્થિતને આમૂલશિખ ભરી રાખી લેવો. આ સમયે ચારે પલ્ય ભરાયેલા છે.
આ ચારે પલ્યના સરસવોનો અને જેટલા દ્વીપ સમુદ્રોમાં સરસવના દાણા પડ્યા છે તે સર્વનો સરવાળો કરતાં જે સંખ્યા પ્રાપ્ત થાય, તેમાં એક સરસવ અધિક કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ સંખ્યાત