________________
૪૯૦ ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
થઈ જાય ત્યારે તે મોટો મોટો કલ્પિત થતો જાય છે. તે પરિવર્તિત પરિમાણવાળો હોવાથી અનવસ્થિત કહેવાય છે. આ પલ્યની ઊંચાઈ ૧૦૦૮૧/, યોજન નિયત રહે છે પરંતુ મૂળ અનવસ્થિત સિવાયના અન્ય પરિવર્તિત-અનવસ્થિત પલ્યોની લંબાઈ-પહોળાઈ એક સરખી નથી. તે ઉત્તરોત્તર વધતી જાય છે. જેમ
કે
મૂળ અનવસ્થિત પલ્યને સરસવોના દાણાથી આમૂલ શિખ ભરી તેમાંથી એક એક સરસવ જંબૂદ્વીપથી શરૂ કરી એક એક દ્વીપ સમુદ્રમાં નાંખતાં તે મૂળ અનવસ્થિત પલ્ય ખાલી થાય ત્યારે જંબૂદ્વીપથી લઈ અંતિમ સરસવનો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધીનો અર્થાત્ તેટલો લાંબો પહોળો પ્રથમ ઉત્તર અનવસ્થિત પત્ય કલ્પી, તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાંખતાં નાંખતાં અંતિમ દાણો જે દ્વીપ સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધી અર્થાત્ તેટલા લાંબા પહોળા બીજા ઉત્તર અનવસ્થિત પલ્યનું નિર્માણ કરવું. આ રીતે આ પલ્ય વારંવાર પરિવર્તિત થાય છે અને વિસ્તૃત થાય છે. પ્રારંભમાં તે જંબૂદીપ પ્રમાણ હોય છે, પછી વધતાં વધતાં આગળના દ્વીપ, સમુદ્રપર્યત વિસ્તૃત થતો જાય છે.
(૨) શલાકા પલ્ય :- એક–એક સાક્ષીભૂત સરસવોના દાણાથી તેને ભરવાનો હોવાથી તેને શલાકા (સાક્ષી)પલ્ય કહેવામાં આવે છે. અનવસ્થિત ખાલી થાય ત્યારે તેની સાક્ષીરૂપે એક સરસવ શલાકામાં નાંખવામાં આવે છે. આ રીતે શલાકા પલ્યમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે ઉત્તર અનવસ્થિત' પલ્ય કેટલીવાર ખાલી થયો છે અથવા કેટલા નવા અનવસ્થિત પલ્ય બનાવવામાં આવ્યા છે. (૩) પ્રતિશલાકા પલ્ય - પ્રતિસાક્ષીભૂત સરસવોથી તે ભરાય છે માટે તેને પ્રતિશલાકા કહે છે. જેટલી વાર શલાકા પલ્ય ભરાઈ જાય અને તેને ખાલી કરવામાં આવે તેટલીવાર તેની સાક્ષીરૂ૫ એક-એક સરસવ પ્રતિશલાકા પલ્યમાં નાંખવામાં આવે છે. પ્રતિશલાકા પલ્યમાં નાંખવામાં આવેલ સરસવોથી જાણી શકાય છે કે 'શલાકા પલ્ય કેટલીવાર ખાલી થયો. આ પલ્ય સ્થિર માપવાળો જંબૂદ્વીપ પ્રમાણ રહે
(૪) મહાશલાકા - મહાસાક્ષીભૂત સરસવો દ્વારા ભરાવાના કારણે તેને મહાશલાકા પલ્ય કહે છે. પ્રતિશલાકા જેટલીવાર ભરીને ખાલી કરવામાં આવે તે પ્રત્યેકવાર એક–એક સરસવ મહાશલાકા પલ્યમાં નાંખવામાં આવે છે. પરિપૂર્ણ ભરેલ મહાશલાકામાં જેટલા સરસવ હોય તેટલીવાર પ્રતિશલાકા પલ્ય ખાલી થયો છે તેમ જાણી શકાય છે.
મૂળઅનવસ્થિતપલ્ય, શલાકાપલ્ય, પ્રતિશલાકાપલ્ય અને મહાશલાકા પલ્ય, એ ચારે ય એક લાખ યોજન લાંબા-પહોળા અને 1000 યોજન ઊંડા છે અને તેની ઊંચાઈ ૮ || યોજનની છે. ઉત્તર અનવસ્થિત પલ્યો અનિયત માપવાળા છે. તે બધા ઉત્તરોત્તર મોટા થતાં જાય છે.
પલ્ય ઉપયોગ વિધિ :- સૌ પ્રથમ મૂળ અનવસ્થિત પલ્યને આમૂલશિખ સરસવોથી ભરી, તેમાંથી સરસવ લઈ જંબૂદ્વીપથી શરૂ કરી પ્રત્યેક દ્વીપ સમુદ્રમાં એક એક સરસવ નાંખતાં નાંખતાં તે અનવસ્થિત