________________
'પ્રકરણ ૩૦/અનંત સુધીની ગણના
૪૮૯ ]
શલાકા પલ્યમાં નાંખવામાં આવે. આ રીતે શલાકારૂપ પલ્યમાં ભરેલ સરસવોના દાણાથી અસંલય–અકથનીય પૂર્વે જે દ્વીપ સમુદ્રમાં સરસવ નાંખ્યા છે તેનાથી આગળના દ્વીપસમુદ્ર ભરવામાં આવે, તો પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન- તે માટે કોઈ દષ્ટાંત છે? હા, જેમ કોઈ એક મંચ હોય અને તે આંબળાથી ભરવામાં આવે તેમાં એક આંબળું નાંખવામાં આવે તો તે તેમાં સમાય જશે, બીજું નાંખ્યું તો તે પણ સમાય જશે, ત્રીજું પણ સમાઈ ગયું, આ રીતે નાખતા–નાંખતા અંતે એક આંબળું એવું હશે કે જે નાંખવાથી તે મંચ પરિપૂર્ણ ભરાય જશે. ત્યાર પછી આંબળું નાખવામાં આવે તો તે સમાશે નહીં. આ રીતે પલ્યને સરસવોથી આમૂલશિખ ભરવા અને દ્વીપ સમુદ્રોમાં પ્રક્ષેપ કરવા.
વિવેચન :
આ બે સૂત્રમાં સંખ્યાતના જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણે ભેદોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. જઘન્ય સંખ્યા - બે નો અંક, બે સંખ્યા જઘન્ય સંખ્યાત છે. જેમાં ભેદની, પૃથકતાની પ્રતીતિ થાય તે સંખ્યા કહેવાય. પૃથકતાની પ્રતીતિ બે હોય ત્યાં જ થાય છે, એક માં નહીં, તેથી જઘન્ય સંખ્યાત બે છે.
મધ્યમ સંખ્યા :- જઘન્ય સંખ્યાત બે થી ઉત્કૃષ્ટ સંખ્યાતની પૂર્વ સુધી-અંતરાલવર્તી બધી સંખ્યા મધ્યમ સંખ્યાત કહેવાય છે. માની લઈએ કે ૧૦૦ ઉત્કૃષ્ટ સંખ્યાત છે, તો બે થી સોની વચ્ચે એટલે કે ત્રણ થી નવાણું સુધીની બધી સંખ્યા મધ્યમ સંખ્યાત કહેવાય. ઉત્કૃષ્ટ સંખ્યાત :- બે થી દસ, સો, હજાર, લાખ, કરોડ, શીર્ષપ્રહેલિકા વગેરે જે સંખ્યાતની રાશિઓ કથનીય છે–શબ્દથી કહી શકાય છે, ત્યાં સુધી પણ સંખ્યાતનો અંત આવતો નથી. તેનાથી આગળની સંખ્યા ઉપમા દ્વારા જ સમજી શકાય છે. તેથી આ સૂત્રમાં ઉપમા-કલ્પનાનો આધાર લઈ ઉત્કૃષ્ટ સંખ્યાતનું
સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. કલ્પના સત્ અને અસત્ બંને પ્રકારની હોય છે. જે કલ્પના કાર્યમાં પરિણત થઈ શકે તે સાકલ્પના કહેવાય છે. જે કલ્પના વસ્તુ સ્વરૂપને સમજાવવામાં ઉપયોગી હોય પરંતુ કાર્યમાં પરિણત કરી ન શકાય, તેવી કલ્પનાને અસત્ કલ્પના કહેવામાં આવે છે. સૂત્રોક્ત પલ્યવિચાર અસત્કલ્પના છે. ઉત્કૃષ્ટ સંખ્યાતને સમજાવવું, તે તેનું પ્રયોજન છે.
સુત્રમાં એક લાખ યોજન લાંબો પહોળો, ૩, ૧૬, ૨૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ્ય, સાધિક ૧૩ "|, અંગુલની પરિધિવાળો એક પલ્ય કહ્યો છે. તે જંબૂદ્વીપ બરાબર છે. તે હજાર યોજન ઊંડો અને તેની ઊંચાઈ ૮ ૧/, યોજન પ્રમાણ છે. તે પત્ય તળીયાથી લઈ શિખા પર્યત ૧૦૦૮ ૧, યોજનનો થશે. આ સૂત્રમાં ઊંડાઈ અને ઊંચાઈનું સ્પષ્ટીકરણ નથી છતાં તે સૂત્ર તાત્પર્યથી અને પરંપરાથી સમજાય છે.
આટલી લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ અને પરિધિવાળા ચાર પત્ય કલ્પવા. તેના નામ ક્રમશઃ (૧) અનવસ્થિત, (૨) શલાકા, (૩) પ્રતિશલાકા (૪) મહાશલાકા છે.
(૧) અનવસ્થિત પલ્ય :- તે ઉપરોક્ત જંબુદ્વીપ પ્રમાણ માપવાળો હોય છે પરંતુ તે સરસવથી ખાલી