________________
૪૮૪ |
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
जाणणासंखा- जो जं जाणइ सो तं जाणइ, तं जहा सई सद्दिओ, गणियं गणिओ, णिमित्तं णेमित्तिओ, कालं कालणाणी, वेज्जो वेज्जियं । से तं जाणणासखा । શબ્દાર્થ -નાગાલા = જ્ઞાન સંખ્યા, સ સ = શબ્દને જાણનાર શાબ્દિક, ળિય Ifો = ગણિતને જાણનાર ગણિતજ્ઞ, બિમિત્તે મિતિ = નિમિત્તને જાણનાર નૈમિતિક, શli alનાળા = કાળને જાણનાર કાલજ્ઞ, જેની = વૈધકને જાણનાર વૈદ્ય કહેવાય છે.
ભાવાર્થ :- જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, નિશ્ચય કરી શકાય તે જ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાનરૂપ સંખ્યાને જ્ઞાન સંખ્યા કહે છે. જે જેને જાણે તે રૂપે તે હોય છે. દેવદત્ત શબ્દને જાણે છે તો તે શાબ્દિક -શબ્દ જ્ઞાનવાળો કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાની આ બંનેમાં અભેદ ઉપચાર કરવાથી દેવદત્ત જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક તેમ ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિતિક, કાળને જાણનાર કાળજ્ઞ, વૈદક જાણનાર વૈદ્ય કહેવાય છે.
' || પ્રકરણ-ર૯ સંપૂર્ણ | T