________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શખ)
૪૮૭
પરિમાણ સંખ્યા કહેવાય છે. દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા :| २२ से किं तं दिट्ठिवायसुयपरिमाणसंखा?
दिट्ठिवायसुयपरिमाणसंखा अणेगविहा पण्णत्ता, तं जहा- पज्जवसंखा जाव अणुओगदारसंखा पाहुडसंखा पाहुडियासंखा पाहुडपाहुडियासंखा वत्थुसंखा पुव्व संखा । सेतं दिट्ठिवायसुयपरिमाणसंखा । से तं परिमाणसंखा। ભાવાર્થ - પ્રશ્ન-દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
| ઉત્તર- દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે- પર્યવ સંખ્યાથી અનુયોગ દ્વારા સંખ્યા પર્વતના ૧૦ પ્રકાર તથા (૧૧) પ્રાભૃત સંખ્યા, (૧૨) પ્રાભૃતિકા સંખ્યા, (૧૩) પ્રાભૃત પ્રાભૃતિકા સંખ્યા, (૧૪) વસ્તુ સંખ્યા, (૧૫) પૂર્વ સંખ્યા. આ રીતે દષ્ટિવાદ શ્રત પરિમાણ સંખ્યા અને પરિમાણ સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું.
વિવેચન :
'દષ્ટિવાદ' તે તીર્થકર કથિત બારમું અંગસૂત્ર છે. તેના શબ્દ, પદ, પાદ વગેરેની ગણના તે દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. પર્યવથી અનુયોગદ્વાર સુધીના દશ નામ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા પ્રમાણે જાણવા. પૂર્વસંખ્યા – દષ્ટિવાદ અંગસૂત્રના અંતર્ગત વિષય તે પૂર્વ કહેવાય છે. દષ્ટિવાદમાં ચોદપૂર્વ છે. વસ્તુસંખ્યા :- પૂર્વની અંતર્ગતના વિષયને વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુની ગણના તે વસ્તુ સંખ્યા કહેવાય છે. પ્રાભૃત પ્રાભૃતિકા – વસ્તુની અંતર્ગત વિષય પ્રાભૃત પ્રાભૃતિકા કહેવાય છે. પ્રાભૃતિકા – પ્રાભૃત પ્રાકૃતિકાની અંદરના વિષયને પ્રાકૃતિકા કહે છે. પ્રાભૂત – પ્રાકૃતિકાની અંતર્ગત વિષયને પ્રાકૃત કહે છે. તેની ગણના તે તત્ તત્ સંખ્યા કહેવાય છે. આ પ્રમાણે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે.
જ્ઞાન સંખ્યા નિરૂપણ :२३ से किं तं जाणणासंखा?