________________
પ્રસ્તુત સંસ્કરણ આભાર અભિવ્યક્તિ
સ્વર્ગીય સંતરત્ન, પૂજ્યપાદ દાદા ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મશતાબ્દીની સ્મૃતિમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવાર અને તેમાં પણ મુખ્યતયા મુક્ત-લીલમ પરિવારના મહાસતીજીઓના પુરુષાર્થે શ્રી પ્રાણગુરુ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત "પ્રાણ આગમ બત્રીસી" અંતર્ગત " અનુયોગદ્વાર સૂત્ર" નું પ્રકાશન થઈ રહ્યું
વિશાળ પરિવારના આધારસ્તંભ સમા પૂજ્યવરા મુક્ત-લીલમ ગુણીય તથા આગમ અનુવાદ ઉભાવિકા શ્રી ઉષાબાઈ મ. એ આગમોની ચાવી સમા ગહન વિષય ધરાવતાં 'શ્રી અનુયોગદ્વાર સૂત્ર'ના અનુવાદ કાર્ય માટે મારી પસંદગી કરી, મને શ્રુત સેવાનો લાભ આપ્યો છે અને મારા અંતસ્થલમાં અનુવાદરૂપ કાર્યનું બીજારોપણ
બીજને અંકુરિત, પુષ્પિત, ફલિત થવા માટે ધરતીની ગહનતા, પાણીની રસાળતા, હવાની લહેરો, સૂર્યનો પ્રકાશ અને ચંદ્રની ચાંદનીની પણ અતિ આવશ્યકતા હોય છે.
'અનુયોગદ્વાર સૂત્ર'ના આ અનુવાદ કાર્યની પૂર્ણતા, એ મુજ માત-તાતના અંતરની શુભ ભાવનાની અને મુજ દ્વિતીય અમ્મા પિયા, શ્રદ્ધાના કેન્દ્ર ગુરુદેવશ્રી રતિલાલજી મ.સા. ની અસીમકૃપારૂપ અંતર પ્રવાહની જ ફલશ્રુતિ છે.
આગમમનીષી અપ્રમત્તયોગી પૂજ્ય ત્રિલોકમુનિએ અહર્નિશ, અવિરત ભાવે આગમ સંશોધનમાં રત બની મારા આ અનુવાદકાર્ય રૂપી બીજને પરિપક્વ બનાવ્યું છે.
મુખ્ય સંપાદિકા બની, આ આગમનું અવગાહન કરી, મુજ જીવન શિલ્પી પૂજ્ય લીલમબાઈ મ. એ ધરતીને ઉપજાઉ બનાવી છે.
મુજ જીવન સુકાની, મુજ સાધનાના સહયોગી ગુણીશ્રી પૂજ્ય વીરમતીબાઈ મ. એ પ્રેરણા, ઉત્સાહ તથા સહયોગરૂપ પાણીનું સિંચન કર્યુ છે.