________________
મુજ અંતર હિતૈષી, પૂજ્યપાદ શ્રી નમ્રમુનિ મ. સાહેબે આ અનુવાદનું અવલોકન કરી, સ્થાને–સ્થાને ધ્યાન રેખા દોરી, હવાની લહેરખી પુરી પાડી છે. સહસંપાદિકા બની ડૉ. આરતીબાઈ મ. એ નિજ જ્ઞાનબળે આ કાર્ય પર પ્રકાશ પાથર્યો છે, તો મમ ગુરુકુલવાસી પૂ. બિન્દુબાઈ મ, પૂ. પ્રબોધિકાબાઈ મ. ના સાથ સહકારે શીતળ ચાંદનીની ગરજ સારી છે.
આ સહુના સહિયારા પ્રયત્ન આજે 'અનુયોગદ્વાર સૂત્ર'નું અનુવાદ કાર્ય સંપન્ન થયું છે, તે સહુની હું આભારી છું.
આ અનુવાદકાર્યમાં પૂ. મિશ્રીમલજી મ. સા. તથા પૂ. ઘાસીલાલજી મ.સા. અનુવાદિત 'અનુયોગદ્વાર સૂત્ર' મુખ્ય આધારરૂપ બન્યા છે. આપ બંને પૂજ્યશ્રીની પણ હું આભારી છું.
શ્રી રોયલપાર્ક મોટા સંઘના યુવા પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, આગમ પ્રકાશન ધુરાને વહન કરતાં શ્રુત સેવામાં રત બન્યા છે.
શ્રી નેહલભાઈએ આ આગમને મુદ્રિત કરીને અને શ્રી મુકુન્દભાઈ તથા શ્રી ધીરૂભાઈએ સહકાર આપી, શ્રુતસેવામાં પોતાનો તાલ પૂર્યો છે. 'સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટે શ્રુતાધાર બની શ્રુતભાવના પ્રગટ કરી છે, તે સહુની હું આભારી છું.
આ અનુવાદ કાર્યદરમ્યાન શ્રુતની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તથા આગમ વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- પૂ. શ્રી મુક્ત લીલમ વીર ઉપાસિકા
સાધ્વી સુબોધિકા.
49