________________
ઈ.સ. ૧૯૧૫-૧૬માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર દ્વારા મુંબઈથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૨૪માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર આગમોદય સમિતિ મુંબઈથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૨૮માં હરિભદ્રસૂરિકૃત વૃત્તિ સહિત અનુયોગદ્વાર ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા રતલામથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૩૧માં ઉપાધ્યાય આત્મારામજી મ. કૃત અનુયોગદ્વાર– હિન્દી અનુવાદનો પૂર્વાર્ધ શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, મુંબઈ અને ઉત્તરાર્ધ મુરારીલાલ ચરણદાસ જૈન, પટિયાલાથી પ્રકાશિત થયું.
- ઈ.સ. ૧૯૩૯-૪૦માં તે જ વૃત્તિ સહિત અનુયોગદ્વાર કેસરબાઈ જ્ઞાનમંદિર પાટણથી પ્રકાશિત થયું.
વીર સંવત ૨૪૪૬માં આચાર્ય અમોલકઋષિ અનુવાદિત 'અનુયોગદ્વાર હિન્દી અનુવાદ સહિત સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદ્રરાબાદથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૭૭માંવૈરાગી ભદ્રાબેન (વર્તમાને સાધ્વી સુબોધિકા દ્વારા) અનુવાદિત અનુયોગદ્વાર ગુજરાતી ભાવાર્થ સહિત પ્રેમજિનાગમ સમિતિ,મુંબઈ શ્રમણી વિદ્યાપીઠથી પ્રકાશિત થયું.
- ઈ.સ. ૧૯૮૭માં ઉપાધ્યાય કેવળમુનિ અનુવાદિત અનુયોગદ્વાર સૂત્ર વિવેચન સહિત શ્રી આગમ પ્રકાશન સમિતિ, બાવરથી પ્રકાશિત થયું.
ઈ.સ. ૧૯૯૩માં આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ લેખિત 'અનુયોગદ્વાર સૂત્રના સારાંશ પુસ્તક પ્રકાશિત થયું.
અનુયોગદ્વાર સૂત્રનો મૂળપાઠ અનેક પ્રકાશકો દ્વારા પ્રકાશિત થયેલ છે. મહાવીર વિદ્યાલય મુંબઈનું સંસ્કરણ અને તેરાપંથી યુવાચાર્ય મુનિ નથમલજી દ્વારા સંપાદિત જૈન વિશ્વભારતી લાડનૂ દ્વારા પ્રકાશિત સંસ્કરણ પ્રાધાન્ય પામે છે. શુદ્ધ મૂળ પાઠ સાથે પ્રાચીનતમ પ્રતિઓના આધારે મહત્વપૂર્ણ ટિપ્પણ પણ તેઓએ આપી છે.