________________
'પ્રકરણ ૨૯/ભાવપ્રમાણ-સંખ્યા(શંખ)
|
[ ૪૭૧]
परियट्टणाए धम्मकहाए, णो अणुप्पेहाए, कम्हा? अणुवओगो दव्वमिति कटु । ભાવાર્થ :- પ્રશ્ન- આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર– જેણે સંખ્યા આ પદને શીખી લીધું છે, તે જ્ઞાનને હૃદયમાં સ્થિર કર્યું છે, જિત કર્યું છે– તત્કાલ સ્મરણમાં આવી શકે તેવું યાદ કર્યું છે, મિત–મનન કર્યું છે, અધિકૃત કર્યું છે અથવા આનુપૂર્વી અનાનુપૂર્વી પૂર્વક વારંવાર રટી લીધું છે યાવ નિર્દોષ સ્પષ્ટ સ્વરથી જેનું ઉચ્ચારણ કર્યું છે, ગુરુ પાસેથી વાચના પ્રાપ્ત છે, આ રીતે તે વાચના, પૃચ્છના, પરાવર્તના તેમજ ધર્મકથાથી યુક્ત હોવાથી આગમથી દ્રવ્ય સંખ્યા કહેવાય છે. જ્ઞાન છે માટે આગમથી અને ઉપયોગ નથી માટે દ્રવ્ય કહ્યું છે ' મનુપયોગો દ્રવ્ય ઉપયોગ શૂન્ય હોય તે દ્રવ્ય કહેવાય છે. વિવેચન :
આ સૂત્રમાં દ્રવ્ય સંખ્યાના પ્રથમ ભેદ આગમથી દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ વર્ણવ્યું છે. કોઈ મનુષ્ય સંખ્યા પદનો સર્વપ્રકારે જ્ઞાતા હોય પરંતુ તેમાં ઉપયોગ ન હોય અર્થાત્ તેના ચિંતન, મનન, ધ્યાન, વિચારમાં સ્થિત ન હોય ત્યારે તે આગમ દ્રવ્ય સંખ્યા કહેવાય છે.
આગમતઃ દ્રવ્ય સંખ્યા વિષયક નચદષ્ટિઓ :
६ गमस्स एक्को अणुवउत्तो आगमओ एका दव्वसंखा, दो अणुवउत्ता आगमओ दो दव्वसंखाओ, तिण्णि अणुवउत्ता आगमओ तिण्णि दव्वसंखाओ, एवं जावइया अणुवउत्ता तावइयाओ [णेगमस्स आगमओ] दव्वसंखाओ । एवामेव ववहारस्स वि ।
संगहस्स एको वा अणेगा वा अणुवउत्तो वा अणुवउत्ता वा आगमओ दव्वसंखा वा दव्वसंखाओ वा सा एगा दव्वसंखा । उज्जुसुयस्स [एगो अणुवउत्तो] आगमओ एका दव्वसंखा, पुहत्तं णेच्छइ ।
तिण्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू, कम्हा ? जइ जाणए, अणुवउत्ते ण भवइ । से तं आगमओ दव्वसंखा ।
ભાવાર્થ :- નૈગમ નયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા હોય તો એક આગમતઃ દ્રવ્ય સંખ્યા, બે અનુપયુક્ત આત્મા હોય તો બે આગમતઃ દ્રવ્ય સંખ્યા અને ત્રણ અનુપયુક્ત આત્મા હોય તો ત્રણ આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે. નૈગમનયની દષ્ટિએ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃ દ્રવ્ય સંખ્યા કહેવાય છે.