SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અનુયોગદ્વાર સૂત્ર વ્યવહારનય પણ નૈગમનયની જેમ જ જેટલા અનુપયુક્ત આત્મા હોય, તેટલી આગમતઃદ્રવ્ય સંખ્યાને સ્વીકારે છે. ૪૭૨ સંગ્રહનય એક અનુપયુક્ત આત્માને એક દ્રવ્ય સંખ્યા અને અનેક અનુપયુક્ત આત્માઓને અનેક આગમદ્રવ્ય સંખ્યા રૂપે ન સ્વીકારતા, સર્વને એક જ આગમતઃદ્રવ્ય સંખ્યારૂપે સ્વીકારે છે. ૠજુસૂત્ર નયની અપેક્ષાએ વર્તમાન કાલીન એક અનુપયુક્ત આત્મા, એક આગમતઃદ્રવ્ય સંખ્યા જ છે. તે ભેદનો સ્વીકાર કરતો નથી. ત્રણે શબ્દનય અનુપયુક્ત શાયકને અવસ્તુ-અસત્ માને છે. જે જ્ઞાયક છે, તે અનુપયુક્ત–ઉપયોગ રહિત ન હોય અને જે અનુપયુક્ત છે, તે જ્ઞાયક હોઈ શકેનહીં. તેથી આગમદ્રવ્ય સંખ્યાનો સંભવ જ નથી. પૂર્વે આવશ્યકના પ્રકરણમાં નયદષ્ટિએ વિચારણા કરી છે, તેમ જ અહીં સમજવું. અહીં આવશ્યકને બદલે સંખ્યા શબ્દથી વિચારવું. નોઆગમતઃ દ્રવ્ય સંખ્યા : ७ से किं तं णोआगमओ दव्वसंखा ? णोआगमओ दव्वसंखा तिविहा पण्णत्ता, तं जहा जाणयसरीरदव्वसंखा, भवियसरीरदव्वसंखा, जाणयसरीरभवियसरीरवइरित्ता दव्वसंखा । ભાવાર્થ :- પ્રશ્ન- નોઆગમતઃદ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– નોઆગમ દ્રવ્યસંખ્યાના ત્રણ પ્રકાર છે. જેમ કે– (૧) જ્ઞાયક શરીર દ્રવ્ય સંખ્યા, (૨) ભવ્ય શરીર દ્રવ્ય સંખ્યા (૩) જ્ઞાયક શરીર—ભવ્ય શરી૨ વ્યતિરિક્ત દ્રવ્ય સંખ્યા. જ્ઞાયક શરીર દ્રવ્યસંખ્યા : ८ से किं तं जाणगसरीरदव्वसंखा ? जाणगसरीरदव्वसंखा - संखा ति पयत्थाहिकार जाणगस्स जं सरीरयं ववगय- चुय-चइय-चत्तदेहं जीवविप्पजढं जाव अहो ! णं इमेणं सरीरसमुस्सए णं संखा ति पयं आघवियं जाव उवदंसियं, जहा को दिट्ठतो ? अयं घयकुंभे आसी । से तं जाणगसरीरदव्वसंखा । ભાવાર્થ :- પ્રશ્ન- શાયક શરીર દ્રવ્ય સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર– 'સંખ્યા' પદના જ્ઞાતાનું શરીર કે જે વ્યપગત–ચૈતન્ય રહિત થઈ ગયું છે. ચ્યુત, ચ્યાવિત
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy