________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
| ૪૫]
કાયનો સમગ્રપિંડ અર્થાત્ કે પુદ્ગલ દ્રવ્ય માટે અહીં સ્કન્ધ શબ્દનો પ્રયોગ કરેલ છે. સ્કન્ધનો બુદ્ધિ કલ્પિત વિભાગ અર્થાત્ બે–ચાર–દસ વગેરે પ્રદેશોના સમુદાયને દેશ કહેવામાં આવે છે.
નૈગમન સામાન્ય અને વિશેષ આ બંનેને ગૌણ અને મુખ્યરૂપે વિષય કરે છે. નૈગમનય છ પ્રદેશને સ્વીકારે છે. ધર્માસ્તિકાયનો પ્રદેશ, અધર્માસ્તિકાયનો પ્રદેશ, આકાશસ્તિકાયનો પ્રદેશ, જીવાસ્તિકાયનો પ્રદેશ, સ્કન્ધનો પ્રદેશ અને દેશનો પ્રદેશ. આમ છના છ પ્રદેશ સ્વીકારે છે. ધર્માસ્તિકાય દ્રવ્યોમાં સામાન્યની વિવક્ષાથી પ્રદેશોનું કથન કરે ત્યારે પણ પ્રવેશઃ કાઃ છના પ્રદેશ–છપ્રદેશ તેમ એક વચન શબ્દપ્રયોગ કરે અને પ્રદેશ વિશેષની વિવક્ષાથી કથન કરે ત્યારે પણ પ્રવેરા પદ્મશઃ' છના પ્રદેશો–છપ્રદેશો' આમ બહુવચનાન્ત શબ્દપ્રયોગ કરે છે. આ રીતે નૈગમનયના મતે 'છ પ્રદેશ છે.
સંગ્રહનયનું કહેવું છે કે નૈગમનય છ પ્રદેશ' કહે છે તે ઉચિત નથી. નૈગમનયે દેશનો પ્રદેશ કહ્યો છે, તે યોગ્ય નથી. દેશનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. તે દ્રવ્યનો બુદ્ધિ કલ્પિત વિભાગ છે. બે-ત્રણાદિ પ્રદેશથી જ નિષ્પન્ન થાય છે માટે વસ્તુતઃ તે ધર્માસ્તિકાયાદિ રૂપ જ છે. દ્રવ્યથી અભિન્ન દેશનો પ્રદેશ દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય. મારો દાસ જો ગધેડો ખરીદે તો દાસ મારો હોવાથી તેનો તે ગધેડો મારો જ કહેવાય. તે જ રીતે દેશનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન હોવાથી તેનો પ્રદેશ કહી ન શકાય. ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યના પ્રદેશ જ સ્વીકારી શકાય, દેશને નહીં. માટે છ પ્રદેશ' છે, તેમ ન કહેતાં પાંચ પ્રદેશ' છે તેમ કહેવું જોઈએ. સંગ્રહનયનું આ કથન અપર સામાન્યની અપેક્ષાએ સમજવું જોઈએ. મહાસામાન્ય વિશુદ્ધ સંગ્રહનય છે. તે ભેદરૂપ સામાન્યનો સ્વીકાર ન કરતાં પ્રત્યેક પદાર્થને સત્ રૂપે જ જુએ છે. મહા સંગ્રહનય નામનો સંગ્રહનય અનેક દ્રવ્ય કે અનેક પ્રદેશોને સ્વીકાર કરે નહીં. સંગ્રહનયના બે ભેદ છે. (૧) વિશુદ્ધ સંગ્રહનય કે મહાસંગ્રહનય, (૨) અશુદ્ધ સંગ્રહનય અથવા અપર સામાન્યગ્રાહી અપર સંગ્રહનય. તે અવાજોર ભેદોમાં રહેલ સામાન્યને સ્વીકારે છે. તેની અપેક્ષાએ પાંચ દ્રવ્યના પાંચ પ્રદેશ' કહેવા સંગત છે.
વિશેષવાદી વ્યવહારનયની દષ્ટિએ સામાન્ય અવસ્તુ છે તેથી સંગ્રહનયના મંતવ્યનું નિરાકરણ કરતાં તે કહે છે કે 'વાનાં પ્રવેશ પર પ્રવેશ' પાંચના (પાંચ દ્રવ્યના) પ્રદેશ પાંચ પ્રદેશ તેમ સંગ્રહનયનું કહેવું ઉચિત નથી. પાંચ ગોઠીયા–ભાગીદારો હોય તો સોનું, ચાંદી, ધન, ધાન્ય વગેરે ભાગીદારીની વસ્તુ તેઓ વચ્ચે સામાન્ય કહેવાય, આ પાંચનું સુવર્ણ છે, તેમ ભાગીદારી હોય તો કહી શકાય. તેમ જો ધર્માસ્તિકાય વગેરેના પ્રદેશ સામાન્ય હોય તો પાંચના પ્રદેશ-પાંચ પ્રદેશ' કહી શકાય પરંતુ પ્રદેશ પ્રત્યેક દ્રવ્યના પૃથક–પૃથક છે. સામાન્ય પ્રદેશ જેવું છે જ નહીં ત્યારે પવાનાં પ્રવેશ: પાંચના પ્રદેશ તેમ કહેવું અયોગ્ય છે. દ્રવ્ય પાંચ પ્રકારના છે અને પ્રદેશ તેના આશ્રયભૂત છે માટે પ્રદેશ પણ પાંચ પ્રકારના છે, તેમ કહી શકાય. 'પંવિધઃ પ્રવેશઃ'
જસૂત્રનય તો વ્યવહારનય કરતાં પણ વધુ વિશેષવાદી છે. તે વ્યવહારનયની દષ્ટિને અયોગ્ય માને છે. તેનું મંતવ્ય છે કે જો પાંચ પ્રકારના પ્રદેશ, પંવિધ: પ્રવેશ: આ પ્રમાણે કહેશો તો ધર્માસ્તિકાય આદિ પ્રત્યેક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તો ૫૪૫ = ૨૫, તો પ્રદેશ પચ્ચીસ