________________
૪૪ ]
શ્રી અયોગવાર સૂત્ર
અને સ્કન્ધનો પણ પ્રદેશ કહેવાશે.
તે જ રીતે અધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને સ્કન્ધનો પણ પ્રદેશ કહેવાશે.
આકાશાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય અને સ્કન્ધનો પ્રદેશ કહેવાશે.
જીવાસ્તિકાયનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને સ્કન્ધનો પ્રદેશ કહેવાશે.
સ્કન્ધનો પ્રદેશ પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયનો પ્રદેશ કહેવાશે.
આ રીતે તમારા મતથી પ્રદેશના સ્વીકારમાં અનવસ્થા થશે માટે પ્રદેશ ભજનીય છે તેમ નહીં, પણ એમ કહેવું જોઈએ કે ધર્માસ્તિકાયનો પ્રદેશ છે, તે જ પ્રદેશ ધર્માસ્તિકાયાત્મક છે. અધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે, તે અધર્માસ્તિકાયાત્મક છે. આકાશાસ્તિકાયનો જે પ્રદેશ છે, તે પ્રદેશ આકાશાસ્તિકાયાત્મક છે. એક જીવનો જે પ્રદેશ છે, તે પ્રદેશ નો જીવ છે, તે જ રીતે સ્કન્ધનો જે પ્રદેશ છે, તે જ પ્રદેશ નોસ્કન્ધાત્મક છે.
આ પ્રમાણે કહેતા શબ્દનયને સમભિરૂઢનય કહે કે તમે જે કહો છો કે ધર્માસ્તિકાયનો જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયાત્મક(ધર્માસ્તિકાય રૂપ છે) યાવત્ સ્કન્ધનો પ્રદેશ નોસ્કન્ધાત્મક છે, તમારું આ કથન યુક્તિ સંગત નથી. 'ધને પાસે' = ધર્મપ્રદેશમાં તન્દુરુષ અને કર્મધારય આ બે સમાસ થાય છે. અહીં સંદેહ થાય છે કે આ બે સમાસમાંથી તમે કયા સમાસથી ધર્મપ્રદેશ' કહો છો ? જો તપુરુષ સમાસથી કહેતા હો તો તેમ ન કહો અને જો કર્મધારય સમાસની અપેક્ષાએ કથન કરવું હોય તો વિશેષતા સાથે કથન કરવું જોઈએ. ધર્મ અને તેનો જે પ્રદેશ તે ધર્મપ્રદેશ (પ્રદેશનું સમસ્ત ધર્માસ્તિકાય સાથે સમાનાધિકરણ થઈ જવાથી) તે જ પ્રદેશ ધર્માસ્તિકાયરૂપ છે. અધર્માસ્તિકાય અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ અધર્માસ્તિકાય રૂપ છે. આકાશ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ આકાશસ્તિકાય રૂપ છે, એક જીવ અને તેનો જે પ્રદેશ, તે જ પ્રદેશ નોજીવાસ્તિકાયાત્મક છે તથા સ્કન્ધ અને તેનો જે પ્રદેશ, તે જ નોસ્કન્ધાત્મક છે.
આ પ્રમાણે કથન કરતાં સમભિરૂઢ નયને તુરંત જ એવંભૂત નય કહે છે કે ધર્માસ્તિકાયના પ્રદેશ વિષયમાં તમે જે કહો છો તે સમીચીન નથી. મારા મતે તો દ્રવ્ય, સર્વ કૃત્ન-દેશ–પ્રદેશની કલ્પના રહિત, પ્રતિપૂર્ણ અને નિરવશેષ–અવયવ રહિત છે. એક ગ્રહણ ગૃહીત છે અર્થાત્ એક નામથી ગ્રહણ થાય છે. દેશપણ અવસ્તુ છે અને પ્રદેશ પણ અવસ્તુ છે. આ રીતે પ્રદેશના દષ્ટાંતથી નયનું સ્વરૂ૫ વર્ણન પૂર્ણ થયું. વિવેચન :
જેના વિભાગ ન થઈ શકે તેવા સ્કન્ધના નિર્વિભાગ અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પુદગલાસ્તિ