________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણનય દષ્ણત
:
| ૪૩]
છે.) અહને પણ = અધર્મરૂપ જે પ્રદેશ, તે પક્ષે અને તે પ્રદેશ અધર્માત્મક છે, અને પક્ષે તે પણ તે અને = ધર્માસ્તિકાયનો જે પ્રદેશ તે પ્રદેશ ધર્માત્મક છે, અને પાસે = અધર્મરૂપ જે, રે પાસે થને = તે પ્રદેશ અધર્માત્મક છે, તો વિલ બાદ = વિશેષતા સહિત કહો, ને ય તે પણ તે = ધર્મ અને તેના જે પ્રદેશ, રે રે પાસે થમ્પ = તે જ પ્રદેશ ધર્માસ્તિકાય છે, સં સળંગ તે સર્વે,
સિM = કૃત્ન-દેશ-પ્રદેશની કલ્પનાથી રહિત, ડિપુખ = પ્રતિપૂર્ણ, ગિરવતેસં = અવયવરહિત, નિરવશેષ, પતિ = એક નામ ગ્રહણથી ગૃહિત, ને = મારી દષ્ટિએ, વલ્થ = અવસ્તુ છે. ભાવાર્થ - પ્રશ્ન- પ્રદેશના દાંત દ્વારા નયોનું સ્વરૂપ કેવું દર્શાવ્યું છે?
ઉત્તર- નૈગમનયના મતે છ દ્રવ્યોને પ્રદેશ હોય છે. જેમ કે (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કન્ધનો પ્રદેશ અને (૬) દેશનો પ્રદેશ.
આ પ્રમાણે કથન કરતાં નૈગમનયને સંગ્રહનય કહે કે– તમે જે આ છ દ્રવ્યના પ્રદેશ છે' તેમ કહ્યું તે ઉચિત નથી. શા માટે? કારણ કે છઠો ભેદ જે દેશનો પ્રદેશ કહ્યો, તે દ્રવ્યનો જ પ્રદેશ કહેવાય માટે પાંચ પ્રદેશ છે, તેમ કહેવું જોઈએ. તેના માટે કોઈ દષ્ટાંત છે. હા. જેમ કે મારા દાસે ગધેડો ખરીદયો. દાસ મારો છે તેથી તે ગધેડો પણ મારો છે. દેશ દ્રવ્યનો છે માટે દેશનો પ્રદેશ પણ દ્રવ્યનો જ કહેવાય, માટે છ પ્રદેશ છે, તેમ ન કહો પણ પાંચ પ્રદેશ છે તેમ કહેવું જોઈએ. તે આ પ્રમાણે– (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ, (૫) સ્કન્ધનો પ્રદેશ.
આ રીતે પાંચ પ્રદેશનું કથન કરતાં સંગ્રહાયને વ્યવહારનય કહે કે- તમે જે કહો છો પાંચ પ્રદેશ છે તે સિદ્ધ નથી. શા માટે ? વ્યવહારનયવાદી કહે કે – જેમ પાંચ ગોઠીયા મિત્રો વચ્ચે (ભાગીદારોમાં) ચાંદી, સોનુ, ધન, ધાન્ય જેવી કોઈ વસ્તુ સહિયારી હોય છે, તેમ પાંચે દ્રવ્યોના પ્રદેશ સામાન્ય હોત તો તમારું કથન યુક્તિ સંગત કહેવાત કે પાંચેના પ્રદેશ છે. પરંતુ વસ્તુ સ્થિતિ તેવી નથી. તેથી પાંચના પ્રદેશ છે' તેમ ન કહો પણ એમ કહેવું જોઈએ કે પ્રદેશ પાંચ પ્રકારના છે. (૧) ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) જીવાસ્તિકાયનો પ્રદેશ (૫) સ્કન્ધનો પ્રદેશ.
વ્યવહારનયના આ કથન સામે ઋજુસૂત્ર નય કહે કે તમે જે પાંચ પ્રકારના પ્રદેશ કહો છો, તે પણ ઉચિત નથી. જો પાંચ પ્રકારના પ્રદેશ કહેશો તો, એક એક દ્રવ્યના પાંચ-પાંચ પ્રકારના પ્રદેશ કહેવાશે અને તેથી પાંચ દ્રવ્યના પચ્ચીશ પ્રકારના પ્રદેશ થશે, માટે પાંચ પ્રકારના પ્રદેશ છે, તેમ નહીં પરંતુ પ્રદેશ ભજનીય છે તેમ કહેવું જોઈએ. (૧) સ્યાત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ, (૨) સ્યાત્ અધર્માસ્તિકાયનો પ્રદેશ, (૩) સ્યાત્ આકાશાસ્તિકાયનો પ્રદેશ, (૪) સ્યાત્ જીવનો પ્રદેશ, (૫) સ્યાત્ સ્કન્ધનો પ્રદેશ.
આ પ્રમાણે કહેતાં જુસૂત્રનયને શબ્દનયે કહે કે પ્રદેશ ભજનીય છે' તેમ કહેવું યોગ્ય નથી. પ્રદેશને ભજનીય માનવાથી ધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયનો, આકાશાસ્તિકાયનો, જીવાસ્તિકાયનો