________________
૪s ]
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પ્રકારના થઈ જશે અને તે વાત સિદ્ધાંતથી બાધિત છે. માટે ભજનાથી કથન કરવું કે સ્વાતું કદાચિત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ, પ્રત્યેક દ્રવ્યના પ્રદેશની પાંચ પ્રકારના નિવારવા સ્યાત્ શબ્દ જોડી કથન કરવું કે સ્થાત્ ધર્મપ્રદેશ, મ્યાત્ અધર્મ પ્રદેશ, મ્યાત્ આકાશપ્રદેશ, મ્યાત્ જીવ પ્રદેશ અને સ્યાત્ સ્કંધ પ્રદેશ. આ પ્રમાણે ભજનાથી કહેવાથી પોત-પોતાના પ્રદેશનું જ ગ્રહણ થશે, પરપ્રદેશનું ગ્રહણ નહીં થાય. સ્યાત્ એટલે અપેક્ષાએ ધર્માસ્તિકાયની અપેક્ષાએ ધર્માસ્તિકાયના પ્રદેશ છે, તેમ અર્થ થવાથી પ્રત્યેક દ્રવ્યના પ્રદેશ પાંચ પ્રકારના પ્રદેશ છે તેવો અર્થ નહીં થાય. ' શબ્દનયની દષ્ટિમાં ઋજુસૂત્રનયની આ ધારણા બ્રાન્ત છે. શબ્દનયનું કહેવું છે કે પ્રદેશ ભજનીય છે ચાતુ પ્રદેશ કહેશો તો કદાચિત્ ધર્માસ્તિકાયનો પ્રદેશ' તેમ વાક્ય બને અને તો તે પ્રદેશ કદાચ ધર્માસ્તિકાયનો, કદાચ અધર્માસ્તિકાયનો અને કદાચ આકાશનો પણ થઈ શકે. અપેક્ષા શબ્દ ગ્રહણ કરો તો પણ અપેક્ષાએ તે પ્રદેશ ધર્મનો પણ કહેવાય અને અપેક્ષાએ અધર્મનો, અપેક્ષાએ આકાશનો પણ કહેવાય. આ રીતે અનવસ્થા થશે. ભજનામાં અનિયતતા હોવાથી પ્રદેશ પોત-પોતાના અસ્તિકાયનો જ નહીં રહે પણ બીજાનો પણ થઈ જશે અને તેથી અનવસ્થા થશે. ધર્માસ્તિકાયનો પ્રદેશ ધર્માસ્તિકાયનો જ રહે, બીજા દ્રવ્યનો ન થઈ જાય તે માટે આ પ્રમાણે કહેવું ઉચિત છે કે જે પ્રદેશ ધર્માસ્તિકાયનો છે તે સમસ્ત ધર્માસ્તિકાયથી અભિન્ન છે તેથી ધર્માત્મક છે. અધર્માસ્તિકાયનો પ્રદેશ અધર્માસ્તિકાયાત્મક છે. ધર્માસ્તિકાયાત્મક, ધર્માસ્તિકાયરૂપ પ્રદેશ ધર્મ પ્રદેશ' આ પ્રમાણે કહેવું જોઈએ. અધર્માસ્તિકાયાત્મક પ્રદેશ અધર્મ પ્રદેશ, આકાશાસ્તિકાયાત્મક પ્રદેશ-આકાશપ્રદેશ કહેવાય છે. આ ત્રણે દ્રવ્ય એક-એક દ્રવ્ય છે. ધર્માસ્તિકાયનો પ્રદેશ–ધર્માસ્તિકાયના એક દેશ રૂપ છે. તે દ્રવ્યથી અભિન્ન હોવાથી એક પ્રદેશમાં પણ ધર્માસ્તિકાયત્વ સમાયેલ છે.
જીવાસ્તિકાયમાં એક જીવ સકલ જીવાસ્તિકાય-અનંત જીવના એકદેશ રૂપ છે અને એક જીવના અસંખ્યાત પ્રદેશ જીવદ્રવ્યાત્મક છે પરંતુ તે સમસ્ત જીવમાં રહેતા નથી. અર્થાત્ જીવદ્રવ્ય અનંત છે અને પ્રત્યેક જીવના અસંખ્યાત-અસંખ્યાત પ્રદેશ છે. સર્વ જીવના મળી (અનંત જીવોના મળીને) અનંત પ્રદેશ છે. જીવનો એક પ્રદેશ જીવ ન કહેવાય કારણ કે અસંખ્યાત પ્રદેશના સમુદાયને જ જીવ કહી શકાય. તેમ તેને અજીવ પણ ન કહેવાય કારણ કે તે જીવ દ્રવ્યનો પ્રદેશ છે. આ કારણથી જીવના એકપ્રદેશને 'નોજીવ' એવી સંજ્ઞા આપવામાં આવી છે. 'નો' શબ્દ અહીં દેશવાચક છે. સમસ્ત જીવના એક દેશભૂત એક જીવના પ્રદેશની સમસ્ત જીવમાં વૃત્તિ નથી તેથી એક જીવાત્મક પ્રદેશને નો જીવ કહ્યો છે. એક જીવાત્મક પ્રદેશ 'નોજીવ પ્રદેશ' કહેવાય છે.
આ જ પ્રમાણે નોસ્કન્ધ માટે પણ સમજવું. પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ છે. પુદ્ગલાસ્તિકાયમાં અનંત સ્કન્ધો છે. એક સ્કલ્પના પ્રદેશની વૃત્તિ સમસ્ત પુલાસ્તિકાયમાં હોતી નથી. તેથી તેને નોસ્કન્ધ કહેવામાં આવે છે. સ્કન્ધાત્મક પ્રદેશ–નો સ્કન્દપ્રદેશ કહેવાશે. ધર્માસ્તિકાયરૂપ પ્રદેશ–ધર્મપ્રદેશ, અધર્માસ્તિકાયરૂપ પ્રદેશ–અધર્મપ્રદેશ, આકાશાસ્તિકાયાત્મક આકાશરૂપ પ્રદેશઆકાશપ્રદેશ, જીવાત્મક–જવરૂપ પ્રદેશ નોજીવપ્રદેશ અને સ્કન્ધાત્મક સ્કલ્પરૂપ પ્રદેશ નોસ્કન્ધપ્રદેશ તેમ કહેવું જોઈએ.