________________
૪૬૦ |
શ્રી અયોગવાર સૂત્ર
જવાબ આપ્યો "દેવદત્તના ઘરમાં રહું છું.
દેવદત્તના ઘરમાં અનેક ઓરડાઓ છે. શું તમે તે બધામાં રહો છો? વિશુદ્ધત્તર નૈગમનયથી તેણે જવાબ આપ્યો ગર્ભગૃહમાં રહું છું.'
વિશુદ્ધતમ નૈગમનયના મતે ગર્ભગૃહમાં વસવાને જ વસવું રૂપે કહી શકાય. વ્યવહારનયનું મંતવ્ય નૈગમનય જેવું જ છે.
સંગ્રહનયના મતે શય્યા પર આરૂઢ હોય ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. ઋજુસૂત્રનયના મતે શપ્યાના પણ જેટલા આકાશપ્રદેશ પર અવગાઢ હોય, તેમાં વસે છે તેમ કહેવાય. ત્રણે શબ્દનયોના મતે આત્મભાવ-સ્વભાવમાં જ નિવાસ હોય છે. આ રીતે 'વસતિ'ના દષ્ટાંતથી નયોનું સ્વરૂપ જાણવું.
વિવેચન :
આ સૂત્રમાં વસતિ–નિવાસના દાંત દ્વારા નયોનું સ્વરૂપ સ્પષ્ટ કરેલ છે. વસતિ એટલે વસવું–રહેવું. નૈગમનયના અનેક ભેદ છે. પ્રથમ ઉત્તર 'લોકમાં રહું છું તે અશુદ્ધ નૈગમનયના મતાનુસાર અપાયેલ ઉત્તર છે. ત્યાર પછીના ઉત્તરો ઉત્તરોત્તર વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ નૈગમનયની દષ્ટિથી છે. અંતિમ કોટિમાં સ્થિત નૈગમ નયના મતે વસતો હોય તો જ વસે છે તેમ કહેવાય અર્થાત્ શેરી વગેરેમાં ગયો હોય, તો વિવક્ષિત ઘરમાં તે રહે છે તેમ કહી ન શકાય. અન્ય ગામમાં તે ચાલ્યો જાય તો, જ્યાં નિવાસ કરશે ત્યાં વસે છે તેમ કહેવાશે.
વ્યવહારનયનું પણ આ પ્રકારનું જ મંતવ્ય છે. જેનું જ્યાં નિવાસસ્થાન હોય તે સ્થાનમાં જ તે વસે છે, તેમ માનવું જોઈએ, તે જ્યાં રહે ત્યાં જ તેનું નિવાસસ્થાન છે. પાટલિપુત્રમાં રહેનાર જો અન્યત્ર જાય તો તે ત્યાંનો કહેવાય છે. પાટલિપુત્ર નિવાસી અમુક વ્યક્તિ અહીં આવેલ છે અને પાટલિપુત્રમાં કહેવાશે કે 'હવે અહીં રહેતો નથી, અન્યત્ર રહે છે. વિદ્ધતર નૈગમનય અને વ્યવહારનય વસતાને જ વસતા માને
સંગ્રહનયના મતે 'વસતિ–વસે છે, શબ્દનો પ્રયોગ ગર્ભગૃહ આદિમાં રહેવાના અર્થમાં ન કરી શકાય. વસતિ–વસવાનો અર્થ છે નિવાસ. નિવાસ રૂ૫ અર્થ સસ્તારક–પથારીમાં હોય ત્યારે જ ઘટિત થાય છે. સંસ્તારકગત-પથારીમાં શયન કરે ત્યારે જ ચાલવાદિ ક્રિયાથી રહિત હોય છે અને ત્યારે જ વસે છે, તેમ કહી શકાય. સંગ્રહનય સામાન્યવાદી છે તેથી તેના મતે બધી શય્યા એક જ છે, પછી તે શય્યા ગમે તે સ્થાનમાં હોય.
ઋજુસૂત્ર નયના મતે સંસ્તારક—શય્યા પર આરૂઢ થઈ જવાથી 'વસતિ' શબ્દનો અર્થ ઘટિત ન થાય, આખી પથારીમાં નિવાસ કરી ન શકાય. માટે સંસ્તારકના જેટલા આકાશપ્રદેશ વર્તમાનમાં અવગાહ્યા હોય, વર્તમાનમાં જેટલા આકાશપ્રદેશ ઉપર સ્થિત હોય તેટલા પર જ વસે છે' તેમ કહેવાય. જુસૂત્ર વર્તમાનગ્રાહી છે માટે વર્તમાનમાં પથારીના જેટલા ભાગ ઉપર તે વ્યક્તિ હોય તેટલામાં જ વસે છે તેમ