________________
'પ્રકરણ ૨૮/ભાવપ્રમાણ-નય દાત
|
૪૫૯ ]
पाडलिपुत्ते अणेगाई गिहाई, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ देवदत्तस्स घरे वसामि ।
देवदत्तस्स घरे अणेगा कोट्ठगा, तेसु सव्वेसु भवं वसामि ? विसुद्धतराओ णेगमो भणइ गब्भघरे वसामि । एवं विसुद्धस्स णेगमस्स वसमाणो वसइ । ___ एवमेव ववहारस्स वि । संगहस्स संथारसमारूढो वसइ । उज्जुसुयस्स जेसु आगासपएसेसु ओगाढो तेसु वसइ । तिण्हं सद्दणयाण आयभावे वसइ । से तं वसहिदिट्ठतेणं । શબ્દાર્થ :-વદિMિ = વસતિના દાંતથી, શોદ = કોઠા–ઓરડા છે, મારે = ગર્ભગૃહ–મુખ્ય ઓરડો, ભોયરું, સુથાર સમાહો = પથારીમાં આરુઢ, ને= જે, આ પણે = આકાશ પ્રદેશો પર, Iકો = અવગાઢ હોય, આથભાવે = આત્મ ભાવમાં. ભાવાર્થ - પ્રશ્ન- વસતિના દાંત દ્વારા નયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- કોઈ પુરુષે અન્ય પુરુષને પૂછ્યું તમે ક્યાં રહો છો? તેણે અવિશુદ્ધ નૈગમ નયથી જવાબ આપ્યો- હું લોકમાં રહું છું.'
લોકના ત્રણ ભેદ છે. ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોક, શું તમે તે સર્વમાં રહો છો ? વિશુદ્ધ નૈગમનય અનુસાર તેણે જવાબ આપ્યો, હું તિર્યલોકમાં રહું છું.'
પ્રશ્નકર્તાએ પ્રશ્ન કર્યો કે તિર્યલોકમાં જંબૂઢીપથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્વત અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, શું તમે તે સર્વમાં રહો છો? પ્રત્યુત્તરમાં વિશુદ્ધતર નૈગમનયથી તેણે ઉત્તર આપ્યો કે હું જેબૂદ્વીપમાં રહું છું.'
જંબૂદ્વીપમાં દસ ક્ષેત્ર છે. (૧) ભરત, (૨) ઐરાવત, (૩) હૈમવત, (૪) હૈરણ્યવત, (૫) હરિવર્ષ, (૬) રમ્યáર્ષ, (૭) દેવકુરુ, (૮) ઉત્તરકુરુ, (૯) પૂર્વ વિદેહ, (૧૦) અપરવિદેહ. શું તમે તે સર્વ ક્ષેત્રમાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો 'હું ભરત ક્ષેત્રમાં રહું છું.
ભરતક્ષેત્રના બે વિભાગ છે, દક્ષિણાર્ધ ભરત અને ઉત્તરાર્ધ ભરત. શું તમે આ બંને વિભાગમાં રહો છો? તેણે વિશુદ્ધતર નૈગમથી જવાબ આપ્યો 'દક્ષિણાર્ધ ભારતમાં રહું છું.'
દક્ષિણાર્ધ ભારતમાં અનેક ગામ, નગર, ખેડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન, આકર, સુબાહ, સન્નિવેશ છે, શું તમે તે સર્વમાં રહો છો? વિશુદ્ધતર નૈગમનયથી તેણે જવાબ આપ્યો- 'પાટલીપુત્ર(નગર)માં રહું
પાટલિપુત્રમાં અનેક ઘર છે. તે સર્વ ઘરોમાં તમે રહો છો? ઉત્તરમાં વિશદ્ધતર નૈગમનયથી તેણે