________________
| ४५८ |
શ્રી અયોગવાર સૂત્ર
હોય છે માટે બધા પ્રસ્થકો આ સામાન્યની અપેક્ષાએ એક છે.
જસુત્ર નયના મતે પ્રસ્થક પણ પ્રસ્થક છે અને મેય-ધાન્યાદિક પણ પ્રસ્થક છે. ઋજુસૂત્ર નય વર્તમાનકાલીન માન અને મેયને જ માને છે. નષ્ટ અને અનુત્પન્ન ભૂત-ભવિષ્યને જુસૂત્ર નય સ્વીકારતો નથી. વર્તમાનમાં જે સમયે પ્રસ્થક હોય ત્યારે જ તે પ્રસ્થક કહેવાય છે.
શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણે શબ્દ નય છે. તેમાં શબ્દ પ્રધાન છે. તે શબ્દાનુસાર અર્થનું પ્રતિપાદન કરે છે. આ ત્રણે નયના મતે પ્રસ્થાના સ્વરૂપના જ્ઞાનમાં ઉપયોગવાળો જીવ જ પ્રસ્થક છે. આ ત્રણે નય ભાવપ્રધાન છે. તેઓ ભાવપ્રસ્થક–પ્રસ્થકના ઉપયોગને જ પ્રસ્થક કહે છે. જીવનો ઉપયોગ
જ્યારે પ્રસ્થકને વિષય કરે છે ત્યારે તે રૂપે પરિણત થાય છે. માટે પ્રસ્થકના ઉપયોગને પ્રસ્થક કહેવામાં આવે છે. અથવા પ્રસ્થક બનાવનાર વ્યક્તિના જે ઉપયોગ દ્વારા પ્રસ્થક નિષ્પન્ન થાય છે, તે ઉપયોગમાં વર્તતા, તે ઉપયોગવાન પ્રસ્થક કર્તાને પ્રસ્થક કહેવામાં આવે છે. કર્તા પ્રસ્થક બનાવે છે ત્યારે ઉપયોગથી તેની સાથે એકાકાર બની જાય છે માટે શબ્દાદિ ત્રણે નય તે કર્તાને જ પ્રસ્થક કહે છે.
વસતિના દષ્ટાંત દ્વારા નય નિરૂપણ :| ३ से किं तं वसहिदिटुंतेणं?
वसहिदिद्रुतेणं- से जहाणामए केइ पुरिसे कंचि पुरिसं वएज्जा, कहिं भवं वससि ? तत्थ अविसुद्धो णेगमो भणइ लोगे वसामि ।
लोगे तिविहे पण्णत्ते, तं जहा- उड्डलोए अधोलोए तिरियलोए, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ-तिरियलोए वसामि ।
तिरियलोए जंबुद्दीवाइया सयंभुरमणपज्जवसाणा असंखेज्जादीवसमुद्दा पण्णत्ता, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ जंबुद्दीवे वसामि ।
जंबुद्दीवे दस खेत्ता पण्णत्ता,तं जहा- भरहे एरवए हेमवए हेरण्णवए हरिवस्से रम्मगवस्से, देवकुरा उत्तरकुरा पुव्वविदेहे अवरविदेहे, तेसु सव्वेसु भवं वससि? विसुद्धतराओ णेगमो भणइ भरहे वसामि ।।
भरहे वासे दुविहे पण्णत्ते, तं जहा दाहिणड्डभरहे य उत्तरड्डभरहे य, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ दाहिणड्डभरहे वसामि ।
दाहिणड्डभरहे अणेगाइंगाम-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह- पट्टणाऽऽगर-संवाह- सण्णिवेसाई, तेसु सव्वेसु भवं वससि ? विसुद्धतराओ णेगमो भणइ पाडलिपुत्ते वसामि ।